Rolls-Royceએ લોન્ચ કરી રૂ.9.5 કરોડની “ફેન્ટમ”, જબરદસ્ત સ્પેસિફિકેશન

આઇકોનિક કાર બ્રૈંડ રોલ્સ રોયસે ગુરૂવારનાં રોજ પોતાની 8મી જનરેશનની લક્ઝરી સૈડાન ફેન્ટમને ભારતમાં 9.5 કરોડથી 11.35 કરોડ રૂપિયાની બેસ પ્રાઇઝ પર રજૂ કરી. આ પ્રાઇસ કસ્ટમરનાં સ્પેસિફિકેશન પર ડિપેન્ડ કરે છે.

નવા સ્પેકફ્રેમ પર બનેલ ફેન્ટમ ચારે બાજુએથી એર સસ્પેશન સિસ્ટમથી લેસ છે. આમાં 130 કિલોનું સાઉન્ડ ઇંસૂલેશન, ડબલ લૈમિનેટેડ ગ્લાસ અને ડૂઅલ સ્કિલ અલૉયઝ આવેલ છે.

કંપનીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે,”જ્યારે રોલ્સ રોયસનાં એન્જીનિયર્સે રોડ અને વાઇબ્રેશન ટેસ્ટનો રિવ્યૂ કર્યો તો જાણ્યું કે સાઉન્ડ લેવલ ઘણું ઓછું હતું. તેઓએ સામાન્ય રીતે ચેક કર્યું કે એમનાં ઉપકરણ સારી રીતે તપાસ કરી રહ્યાં છે કે નહીં.”

એન્જીનની વાત કરીએ તો કારનું 6.75 લીટરવાળું ટ્વિન ટર્બો ચાર્જ્ડ V12 એન્જીન 563 બીએચપીનો પાવર અને 900 ન્યૂટન મીટર ટોર્ક જેનરેટ કરવાની ક્ષમતા રાખે છે. ખાસ વાત તો એ છે કે 8 સ્પીડ, સેટેલાઇટ-એડેડ ટ્રાંસમિશનની મદદથી આ કાર 0થી 100 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં લગભગ 5.4 સેકન્ડનો સમય લે છે.

You might also like