Categories: India

હરિયાણાની હિંસા પાછળ વિદેશી તત્વોનો હાથ હોવાની આશંકા

રોહતક : જાટ અનામત આંદોલન બાદ ભડકેલી હિંસા દરમિયાન ઉપદ્રવીઓએ વિદેશમાં બનેલા બર્નિંગ કોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરમાં કેટલાય સ્થળે ચીનમાં નિર્મિત બર્નિંગ કોલનાં પેકેટ મળી આવ્યા હતા. જેનાં કારણે આ ઘટનાઓમાં મોટા કાવત્રા અથવા તો બહારી હાથ હોવાની આશંકા છે. હિંસા થઇ તે અંગેની તપાસમાં હવે ધીરેધીરે એક પછી એક પડ ખુલ્લી રહ્યા છે. ચીનમાં બનેલા બર્નિંગ કોલનાં પેકેટ મળવાનાં કારણે સનસનાટી મચી ગઇ છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે પરંતુ કોઇ સ્પષ્ટતા કરવાની પરિસ્થિતીમાં નથી. ગુરૂવારે આ ઘટનાનો તેવા સમયે ખુલાસો થયો જ્યારે શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રદેશનાં નાણામંત્રી કેપ્ટન અભિમ્યૂએ આ અંગેના સંકેતો આપ્યા હતા.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રદેશમાં આગ અને લૂંટફાટની ઘટનાઓ એકદમ નથી થઇ પરંતુ પરંતુ તેની પાછે કાવત્રું હતું. તંત્ર આ અંગે ઉંડી તપાસ કરી રહી છે. જેથી બર્નિંગ કોલનાં મુળ સુધી જઇ શકાય. પોલીસ આ તપાસ સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. આશંકા છે કે ચીનમાં બનેલા બર્નિંગ કોલનો ઉપયોગ સમગ્ર પ્રદેશમાં આગ લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાટ અનામત આંદોલન બાદ 19,20 અને 21 ફેબ્રુઆરીનાં રોજ શહેરમાં ભારે લૂંટફાટ થઇ. શહેરનાં મોટા મોટા શોરૂમ, દુકાનો, મોલ તથા અન્ય ભવનોને આગ હવાલે કરી દેવામાં આવ્યા.
આ મુદ્દે તપાલ કરી રહેલી પોલીસ તે મુદ્દે જ પરેશાન છે કે જોતજોતામાં આખી દુકાનો અને મોલ કઇ રીતે આગની લપેટોમાં આવી જતું હતું. જે પ્રકારે ભીડ તોડફોડ બાદ આગ લગાવતી હતી તેનાં પરથી એવું નથી લાગતું આગ આ પ્રકારે ગણત્રીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું ખે પેટ્રોલ બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જો કે તપાસમાં એવી સામગ્રીઓ પણ મળી આવી જેનાં કારણે તંત્ર વિચાર કરતું થઇ ગયું છે. પોલીસને ઘણા સ્થળો પરથી વિદેશમાં બનેલા બર્નિંગ કોલનાં પેકેટ મળ્યા છે. આશંકા છે કે આગની આ ઘટનામાં આ બર્નિંગ કોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago