INDvsWI: રોહિતે વિરાટને છોડ્યો પાછળ, T-20માં સૌથી અધિક રન બનાવનાર બન્યો ભારતીય બેટ્સમેન

ન્યૂ દિલ્હીઃ ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ લખનઉ ટી-20નાં મુકાબલામાં એક ઉપલબ્ધિ પોતાનાં નામે કરી લીધી. તે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ક્રિકેટર બની ગયેલ છે. તેઓએ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધાં. વિરાટનાં નામે ટી-20 ઇન્ટરનેશનલમાં 62 મેચોમાં 48.88ની સરેરાશથી 2102 રન દાખલ કરેલ છે. આ મેચ પહેલા રોહિત શર્માનાં નામે 85 મેચોમાં 2092 રન દાખલ હતાં. તે વિરાટનાં 10 રનથી પાછળ હતાં.

તેઓએ પોતાની ઇનિંગમાં 10મો રન બનાવતા જ વિરાટની બરાબરી કરી દીધી. જ્યારે 11મો રન બનાવતા જ સૌથી વધારે ઇન્ટરનેશનલ ટી-20 રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પોતાને નામે કરી લીધો. તેઓએ આ રન 5મી ઓવરની બીજી બોલિંગ પર છક્કો મારીને બનાવ્યાં. તમને જણાવી દઇએ કે આ સીરીઝમાં વિરાટને આરામ આપવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ અને વન-ડે સીરીઝમાં તે ભારતીય ટીમનો ભાગ હતો.

ઉલ્લેખનીય છે કે ટી-20માં સૌથી વધારે રનોનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગપ્ટિલનાં નામે છે. તેઓએ 75 મેચોમાં 34.40ની સરેરાશથી 2271 રન બનાવ્યાં છે. આ યાદીમાં બીજા નંબર પર પાકિસ્તાનનાં શોએબ મલિક છે. તેઓએ 106 મેચોમાં 31.31નાં સરેરાશથી 2161 રન બનાવ્યાં છે. ત્રીજા નંબર પર કાબિઝ ન્યૂઝીલેન્ડનાં બ્રેંડન મૈક્કુલમનાં નામે 71 મેચોમાં 2140 રન નોંધાવ્યાં. રોહિત શર્માનો નંબર ચોથો છે જ્યારે વિરાટ કોહલી 5માં નંબર આવી ગયાં છે.

You might also like