Rockon-2 પબ્લિક રિવ્યૂ

સુજાત સૌદાગરે રોકઅોન-૨નું ડીરેક્ટર સારું કર્યું છે. લોકેશન પણ જબરદસ્ત છે. કેટલાક એવા શોટ્સ પણ છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે, જોકે ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.કુણાલ દાસાણી, નહેરુનગર

ફિલ્મની સ્ટોરીની તમને આકર્ષિત કરશે, પરંતુ ફિલ્મની સ્પીડ ઘણી ધીમી છે અને સ્ટોરી નબળી છે અને ક્યાંક-ક્યાંક તમે કંટાળી પણ જશો, જોકે શૂટિંગનાં લોકેશન્સ કમાલનાં છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.નિકુંજ સોની, બોપલ

ફિલ્મમાં અર્જુન રામપાલ, ફરાન અખ્તર અને શ્રદ્ધા કપૂરે ઘણું સારું કામ કર્યું છે, પણ ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ ઠીકઠાક છે. ફિલ્મની કહાણી ખૂબ જ નોર્મલ છે, સ્ટોરીને વધારે સારી રીતે રજૂ કરી શકાઇ હોત. ફિલ્મની સ્ટોરીના કારણે 2.5 સ્ટાર આપીશ.નીતિન રાણા, ચાંદખેડા

પહેલાંની ફિલ્મ ‘રોક ઓન’ની સ્ટોરી જ્યાં ખતમ થાય છે ત્યાંથી જ તેની સિક્વલની શરૂઆત થાય છે. ફિલ્મમાં અર્જુન રામપાલ મુંબઈમાં કોઈ રિયા‌િલટી શોનો જજ બની ગયો છે, તેની સાથે તેણે પોતાનો બેન્ડ પણ ખોલ્યો છે, જેની સાથે પુરબ કોહલી પણ જોડાયેલ છે. બાકી બધાંની એક્ટિંગ ઠીકઠાક છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.અજય પટેલ, સાબરમતી

ફિલ્મનું સંગીત સારું છે અને તમને ફિલ્મ સાથે પકડી રાખવામાં સક્ષમ છે, પણ ‘રોક ઓન-2’માં સિંગિંગમાં કંઇક વધારે ધ્યાન આપવાના કારણે શ્રદ્ધા પોતાના રોલમાં પરફેક્ટ લાગતી નથી. આ ફિલ્મ એક વાર જોઈ શકાય તેવી છે. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ. મોહિત રાજપરા, સરખેજ

‘રોક ઓન-2’ મ્યુઝિક સ્ટોરી અને માહોલમાં સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મમાં મ્યુઝિક પર બનેલી ફિલ્મમાં ઇમોશનલ સીનને સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે, ‘રોક ઓન’નું મ્યુઝિક હિટ રહ્યું છે, પરંતુ તેના બીજા પાર્ટમાં મ્યુઝિક ઠીકઠાક લાગે છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.વીરેન પટેલ, શિવરંજની

You might also like