સેટેલાઈટમાં જ્વેલર્સની દુકાનમાં ગઠિયાઓએ દાગીના સરકાવ્યાં

શહેરમાં એકવાર ફરીથી લૂંટની ઘટના બની છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એની જ્વેલર્સમાં નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સામે આવી છે. 1 પુરુષ સહિત 2 મહિલાઓ દાગીના જોવાના બહાને વેપારીની સામે બેસે છે.

આ ત્રણેય લોકો એક પછી એક અનેક દાગીના જોવે છે અને તક મળતા જ એક દાગીનો સેરવી લે છે. જો કે આ મામલે બાદમાં જ્વેલરને જાણ થઈ હતી અને તેણે આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેથી પોલીસે CCTV ફૂટેજ હાથ ધરી છે.

You might also like