PAKમાં કર્ફ્યૂ જેવી હાલત, 50 હજાર જવાનો કર્યા તૈનાત

ઇસ્લામાબાદ: ઇમરાનની પાર્ટી તહરીક એ ઇન્સાફે 2 નવેમ્બરે ઇસ્લામાબાદ બંધ કરવાનું જાહેર કર્યું છે. હકીકતમાં ઇમરાનની પાર્ટી આ દિવસે પાકિસ્તાન પી એમ નવાઝ શરીફની સરકારની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કરાવીન તૈયારીમાં છે. શરીફનું નામ પનામાં પેપર્સ લીક બાબતે આવ્યા બાદ ઇમરાનની પાર્ટીએ તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો નિર્ણય કર્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર પાકિસ્તાન પોલીસે શનિવારે રાવલપિંડીમાં પ્રદર્શન કરી રહેલા ઇમરાનના સમર્થન પર ગેસના ગોળા ફેંક્યા હતાં અને કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. પોલીસે ઇમરાન ખાનના ઘરને ઘેરી લીધું હતું કારણ તે બહાર નિકળતા જ તેની ધરપકડ કરવામાં આવે.

પાકિસ્તાનમાં કર્ફૂ્યૂ જેવો માહોલ લાગી રહ્યો છે, ઇસ્લામાબાદ જતાં દરેક રસ્તા બ્લોક કરીને રોડ પર કન્ટેનર મૂકી દીધા છે. રેલીને રોકવા માટે શરીફે 50 હજાર જવાન તૈનાત કર્યા છે. તમને જણાવી દઇએ કે ઇમરાનની રેલીની અસર પાકિસ્તાન શેર માર્કેટ પર પડી રહી છે જેના હેઠળ 20 ઓક્ટોબરથી અત્યાર સુધી શેર માર્કેટ પર 400 કરોડનું નુકસાન થઇ ચૂક્યું છે.

You might also like