Categories: Gujarat

અાડેધડ રસ્તો રિસરફેસ કરાતાં લોકોઅે કામ અટકાવી દીધું

અમદાવાદ: શહેરમાં રસ્તા બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા થતી લાલિયાવાડી બહુ જાણીતી છે, કારણ કે રસ્તો બનાવતી વખતે કોન્ટ્રાક્ટરો લેવલિંગ કરતા નથી. આડેધડ રસ્તા રિસરફેસિંગની કામગીરીના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાય છે. ભાઇપુરા વોર્ડમાં આડેધડ કરાતા રસ્તાના કામનો ઉગ્ર વિરોધ કરીને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ સત્તાવાળાઓને કામ બંધ કરવાની ફરજ પાડી છે.

પૂર્વ ઝોનના ભાઇપુરા વોર્ડના ધીરજ હાઉસિંગ તથા ઋષિકેશનગરમાં રસ્તાનું કામ શરૂ કરાયું હતું. અહીં ૧૮૦૦ જેટલાં મકાન આવેલાં છે. ચોમાસાના એક વરસાદમાં પણ લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. આ વિસ્તારમાં હજુ બે વર્ષ પહેલાં જ રોડ બનાવાયો હતો. આ રોડ પર ફરી જાડા થર પાથરીને રોડ બનાવવાનું કામ શરૂ કરાતાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, કેમ કે પહેલાંથી જ મકાનો રસ્તાના લેવલથી નીચાં હતાં. રસ્તો સારો હોવા છતાં તેના પર ફરી જાડો થર ચડાવવાથી મકાનો વધુ નીચા લેવલે જાય તેમ હતાં.

મ્યુનિ. કોર્પો.એ સેવન-ડે સ્કૂલથી ધીરજ હાઉસિંગ અને વિજયપાર્ક સુધીનો જે સારો રોડ હતો તેના પર પણ નવો રોડ બનાવી દીધો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ રસ્તો પહેલાંથી સારો હતો અને તેના પર ફરી મોટી થિકનેસવાળો ડામર પાથરી નખાયો છે. આ રસ્તો બનાવવા માટે રૂ.૩૦ લાખ ફાળવવામાં આવ્યા છે, જાણે રોડનાં બિલ મૂકીને કમાણી કરી લેવાનો ધંધો થઇ રહ્યો છે. ચોમાસામાં મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલ-સામાન પલળી જતો હોવાથી મોટી નુકસાની સહન કરવી પડે છે. રહીશોની માગણી છે કે રસ્તો નવો બનાવવો હોય તો ખોદીને લેવલિંગ કરી બનાવવો જોઇએ.

આ અંગે ડે. સિટી ઇજનેર વિજયભાઇ ડાભીએ જણાવ્યું કે અમારે રોડમાં લેયર તો ચડાવવું જ પડે, સ્થાનિકોનો વિરોધ છે. અમે તેમને કહ્યું કે બાજુમાં લેયર થોડું નીચે કરીશું. તે લોકો કહે છે, આખાે રોડ ખોદીને બનાવો, પણ આખો રોડ તો ના ખોદી શકાય, અમારે રિસરફેસ કરવાનો હોય છે.

કોર્પોરેશન જૂના રોડ પર ડામરના થર પાથરી નવો રોડ બનાવે છે. અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડના લેવલથી દુકાનો અને ઘર નીચે આવી ગયાં છે, જેથી ચોમાસાના સમયમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. થોડા વરસાદમાં પાણી ઘરમાં ઘૂસી જાય છે. અમે કોર્પોરેશનમાં અરજી કરી છે અને રોડ લેવલ કરીને બનાવાશે તો જ રસ્તો બનાવવા દેવામાં આવશે.
નીલેશભાઈ પ્રજાપતિ, વિજયપાર્ક

અમારી સોસાયટીમાં હમણાં રોડનાં જે કામ ચાલી રહ્યાં છે તેમાં લોકોનાં મકાનથી રોડ ઊંચા બને છે તે બાબતની અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. આ વિસ્તારમાં નવો રસ્તો બનાવાયેલો છે તેમ છતાં નવા બનાવાયેલા રસ્તા પર ડામર પાથરી રોડ બનાવવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.
નટુભાઈ પટેલ, ઋષિકેશનગર

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

11 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

12 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

13 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

14 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

14 hours ago