Categories: Gujarat

રોડનાં કામમાં ભ્રષ્ટાચારઃ જૂના ભાવનાં ૧૧ કામ પડતાં મુકાયાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ લેતો નથી. તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલી ભગતથી કોર્પોરેશનની તિજોરીને એક અથવા બીજા પ્રકારનું આર્થિક નુકસાન તો થાય જ છે પરંતુ રોડની હલકી ગુણવત્તાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં તંત્રે જૂના ભાવના તેર રોડનાં કામ કરવાને બદલે ફક્ત બે રોડનાં કામ ઝડપભેર આટોપીને અગિયાર કામોને પડતાં મુક્યાની હોવાની વિગત જાણવા મળી છે.

નવા પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં પ્રાયોરિટીને ધોરણે સાઠ ફૂટથી નાના રોડ રિસરફેસ કરવાનું કામ ગત તા.૧૨ મે, ૨૦૧૬એ કોર્પોરેશનમાં ઠરાવ નંબર ૨૨૮થી મંજૂર કરાયું હતું. સ્વર્ણિમ વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ મુજબ વોર્ડ કમિટીમાં નક્કી થયા પ્રમાણે કુલ તેર રસ્તાનાં કામ કરવાનાં હતાં પરંતુ બે રસ્તાનાં કામ પૂરાં કરીને સત્તાવાળાઓએ રોડ માટેના નવા ભાવના ચીપિયા પછાડ્યા હતા.

જૂના એસઓઆર એટલે કે ભાવ મુજબ ક્યા બે રોડનાં કામ થયાં અને કેટલી રકમ ખર્ચાઈ, શા માટે તમામ તેર રસ્તાનાં કામ પૂર્ણ ન કરાયાં તેમ જ બાકી રહેલા અગિયાર રસ્તાનાં કામ માટે રૂ.૪.૧૩ કરોડનો રિવાઈઝ્ડ અંદાજ કેમ તૈયાર કરાયો? જે કામો પૂર્ણ થયાં નથી તે માટે કયા અધિકારીની જવાબદારી? નવો ભાવ વધારે હોઈ કોના લાભાર્થે આ રિવાઈઝ્ડ અંદાજ તૈયાર કરાયો? વગેરે અનેક પ્રશ્નનો તંત્ર પાસે કોઈ ઉત્તર જ નથી! બીજી તરફ પહેલા રોડ- બિલ્ડિંગ કમિટીમાં તેમ જ બાદમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં નવા એસઓઆર મુજબના રિવાઈઝ્ડ અંદાજને લીલી ઝંડી આપીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન જ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

divyesh

Recent Posts

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

8 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

8 hours ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

9 hours ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

11 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

13 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

13 hours ago