Categories: Gujarat

લીંબડી નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બે વ્યક્તિનાં મોત, ચાર ગંભીર

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક બલદાણા ગામના પાટિયા પાસે અાજે વહેલી સવારે છ વાગે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ચાર જણાને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હોવાનું જાણવા મળે છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક અાવેલા બલદાણા ગામના પાટિયા પાસેથી અાજે વહેલી સવારે છ વાગ્યાના સુમારે લોખંડના પાઈપ ભરેલી ટ્રક રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે સામેથી અાવી રહેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બંને ટ્રક જોરદાર ધડાકા સાથે સામસામે અથડાતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજકોટની િસવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા છે જે પૈકી બેની સ્થિતિ અત્યંત નાજૂક હોવાનું જાણ‍વા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલીક પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી.

અા ઉપરાંત અા જ હાઈવે પર પાણશીણા નજીક બસ અને બે ટ્રક વચ્ચે મોડી રાતે ટ્રિપલ અકસ્માત સર્જાતાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્રણેય વાહનો રોડ વચ્ચોવચ પડ્યાં હોવાના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ભારે જહેમત બાદ ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

17 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

17 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

18 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

18 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

18 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

18 hours ago