અારઅોનું પાણી કેટલું સ્વચ્છ? હજુ કોઈપણ કંપનીને ISI સર્ટિફિકેટ મળ્યું નથી

0 0

નવી દિલ્હી: જો તમે પણ તમારા ઘરમાં સ્વચ્છ અને ચોખ્ખા પાણી માટે અારઅો (રિવર્સ અોસ્મોસિસ) ફિલ્ટર લગાવવાનું વિચારી રહ્યા હોય તો તમને અા વાતની જાણ હોવી જોઈઅે. બ્યૂરો અોફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઅાઈઅેસ) મુજબ કોઈપણ કંપનીને હજુ સુધી અારઅો ફિલ્ટર માટે અાઈઅેસઅાઈ સર્ટિફિકેટ મળ્યું નથી. અાવા સંજોગોમાં કંપનીઅો પાસે પોતાના અારઅોથી શુદ્ધ પાણીના દાવાનો કોઈ ઠોસ અાધાર નથી.

એક અારટીઅાઈના જવાબમાં બીઅાઈઅેસઅે કહ્યંુ કે તેને અલ્ટ્રાવાયોલેટ વોટર ડિસઇન્ફેક્શન સિસ્ટમ માટે લાઈસન્સ જારી કરવા સ્ટાન્ડર્ડ નક્કી કર્યાં છે પરંતુ હજુ સુધી કોઈ પણ ઘરેલું કે પોઈન્ટ ટુ યુઝ અારઅો ફિલ્ટરને અાઈઅેસઅાઈ સર્ટિફિકેટ જારી કરાયું નથી.

સાથે સાથે કોઈપણ ટેકનોલોજી માટે મળેલું લાઈસન્સ એક્સપાયર થયા બાદ અાઈઅેસઅાઈ માર્કના ઉપયોગની પરવાનગી નથી. અોથોરિટીઅે અે પણ સ્પષ્ટ કર્યું છે કે અારઅો માટે બીઅાઈઅેસનું સર્ટિફિકેટ લેવું હાલમાં જરૂરી નથી. પાણીની બરબાદી અને અાઈઅેસઅાઈ સર્ટિફિકેટની ગેરહાજરીને અાધાર પર અારઅો બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂકવાની માંગણીને લઈને એનજીટી સમક્ષ પહોંચેલા એનજીઅો ફ્રેન્ડના જનરલ સેક્રેટરી શરદ તિવારીઅે પણ ટ્રિબ્યૂનલને પણ અા તથ્યથી વાકેફ કર્યા. અરજી કર્તાના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકામાં અારઅો વોટર ફિલ્ટરના બિઝનેસમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.

અા રીતે બિઝનેસ સાથે જોડાયેલા લોકો પોતાની પ્રોડક્ટ અંગે ખોટા દાવા કરે છે. જેના લીધે લોકોમાં અેવો ભ્રમ પેદા થાય છે કે ઘરમાં સપ્લાય કરાતું પાણી પીવાલાયક નથી. અરજી કર્તાના જણાવ્યા મુજબ બીઅાઈઅેસઅે પીવાનાં પાણી માટે કેટલાક માપદંડ નક્કી કર્યાં છે અને તેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ડ્રિન્કિંગ વોટર સ્પેશિફિકેશનના નામથી જારી પણ કર્યાં છે. પરંતુ તેમાં ટીડીઅેસ અને અન્ય પદાર્થોની વધુ મર્યાદા અપાઈ છે. તેનાથી જરૂરી મિનરલ રહિત પાણીના વેચાણને પ્રોત્સાહન મળી રહ્યું છે. પાણીમાં શરીર માટે જરૂરી ઘણા મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે.  કોઈપણ કંપનીઅે પોતાની પ્રોડક્ટ પર અાવી કોઈ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી. અા કેસ એનજીટી સમક્ષ પેન્ડિંગ છે.
http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.