RJDનાં એમએલસીને પહેલાથી જ હતી ટોપર્સ ગોટાળાની જાણ

પટના : બિહાર ટોપર્સ ગોટાળા મુદ્દે એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સૌથી ચોકાવનારો ખુલાસો આરજેડીનાં એમએલસી સુબોધ રાયે કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટોપર્સ ગોટાળા મુદ્દે તેને તમામ જાણકારી હતી. એટલું જ નહી તેને પણ પણ ખ્યાલ હતો કે હાજીપુર કઇ રીતે બચ્ચા રાય વેપાર સંપન્ન થયો. સુબોધ રાય પોતે પણ હાજીપુરનાં રહેવાસી છે. સુબોધ રાયે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે કઇ રીતે વિશુન રાય કોલેજનાં પ્રિંસિપલ બચ્ચારાય વિદ્યાર્થીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો.

કઇ રીતે બચ્ચારાયનો શિક્ષણનો વેપાર વધતો ગયો. એમએલસી સુબોધ કહે છે કે ટોપર્સ ગોટાળો સામે આવ્યા બાદ લોકોમાં ખુશી છે. તેમણે જણાવ્યું કે બચ્ચારાયનાં કારનામાઓથી વૈશાલીનાં લોકો પરેશાન થઇ ચુક્યા હતા. બચ્ચારાય ટોપર્સ પાસેથી પૈસા ઉધરાવતો હતો. ટોપર્સ બનવા માટે 1થી 2 લાખ રૂપિયા વસુલતો હતો. ધારાસભ્યએ કહ્યું કે કેટલીકવાર બચ્ચારાય બાળકોને માર્કશીટ આપતો નહોતો. તેનાં બદલામાં ઘણા નાણા ખંખેરતો હતો.

વિદ્યાર્થીઓ કોઇની પણ ઓળખાણ લઇને આવે વિદ્યાર્થીઓ પાસે એક્સ્ટ્રા ચાર્જ વસુલતો હતો. અમને ઘણા વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદો મળી હતી. તેમને માર્કશીટ અને સર્ટિફિકેટ આપવામાં નહોતા આવતા. સુબોધ રાયે તે દાવાને ફગાવ્યો કે જેમાં કહેવાયું હતુંકે બચ્ચારાય અગાઉ આરજેડીમાં નેતા રહી ચુક્યો છે. તેમણે કહ્યું કે આરજેડી સાથે બચ્ચાને કોઇ સંબંધ નથી. ના તેમને આરજેડીનાં લાલુ પ્રસાદ સાથે કોઇ સંબંધો છે.

You might also like