Categories: India

લાલૂએ ગરમીથી બચવા માટે આપી આ 6 TIPS, કહ્યું- રામદેવ પણ અમારી સામે નહી ટકે

પટણા: રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ ભલે બાબા રામદેવની પ્રાકૃતિક ચિકિત્સા અને દવાઓ પર ભલે કટાક્ષ કરી રહ્યાં હોય, પરંતુ પોતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી ગરમીથી બચવા માટે પ્રાકૃતિક ચિકિત્સા પર પોતાનું જ્ઞાન લઇને સામે આવ્યા છે.

પોતાના મજાકીયા અંદાજ માટે મશહૂર લાલૂ પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કાચી કેરી હાથમાં લઇને આ ચમત્કારી ગુણોની ચર્ચા કરી. તેમણે કહ્યું કે ગરમીથી બચવું છે તો કાચી કેરીના મોરને અજમાવવો પડશે. લાલૂએ કહ્યું કે ‘જો ગરમી લાગે તો તમારી મમ્મીને કહો કે તેને બોઇલ કરશે. બોઇલ કર્યા બાદ તેની ડાળીઓને કાઢી નાખશે અને પછી તેને નીચોવીને તેનું પાણી કાઢો. લૂ લાગી હોય તો તેનો શરબત બનાવીને પીવો. કેરીનો મોર, ફૂદીનો, મરી મિક્સ કરી પી લો, આ અચૂક દવા છે.’ લાલૂએ બાબા રામદેવ પર કોમેન્ટ કરતાં કહ્યું કે રામદેવ અમારી સમક્ષ ટકી શકશે નહી.

ગરમીથી છુટકારો મેળવવા માટે લાલૂએ આપી આ 5 ટિપ્સ…

1.ફ્રીજ છોડીને માટલું અપનાવો
લાલૂ યાદવે લોકોને ફ્રીજના ઠંડા પાણીના બદલે માટલાનું પાણી પીવાની સલાહ આપી.

2. કોલ્ડ ડ્રિંક્સથી બચો, છાસ પીવો
કોલ્ડ ડ્રિક્સથી ગળું ઠંડુ કરનારાઓને તેમણે કહ્યું કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું છોડીને છાસ પીવો.

3. માટીના ઘરને અપનાવો, છાણથી દિવાલો લીપો
લોકો ક્રાંક્રિટના જંગલોના બદલે જૂના માટીના ઘરો તરફ વળો જેમાં માટીની 20 ઇંચની ગાયના છાણમાંથી લીપેલી દિવાલો હોય. સુંદર ચિત્રોની સાથે છતને ક્રાંક્રિટ કરવાના બદલે લોકો તાડન ઝાડનો થડનો ઉપયોગ કરો અને છાપરા માટે ખપ્પરનો ઉપયોગ કરવામાં આવે.

4. ગામડે-ગામડે કુવા ખોદો
લાલૂએ જણાવ્યું હતું કે ના ફક્ત કુવાઓને જીવીત કરવા પડશે પરંતુ દરેક ગામમાં ઓછામાં ઓછા 10 નવા કુવા ખોદવા પડશે. તેમણે કહ્યું કે સરકારે તેના માટે સબસિડી આપવી જોઇએ. તેમણે કહ્યું કે તે ગામમાં કુવા ખોદવા માટે સરકારી સબસિડી અપાવશે.

5. ગરમીમાં ધાર્મિક યજ્ઞ ન કરવામાં આવે
લાલૂ પ્રસાદ યાદવે ગામમાં થનાર ધાર્મિક યજ્ઞોને ગરમીમાં ન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તેનાથી ગામમાં આગ લાગવાનો ખતરો વધી જાય છે અને પાણીની બરબાદી થાય છે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

6 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago