Categories: Sports

સવા પાંચ લાખ લોકોની સુરક્ષા બ્રાઝિલ માટે માથાનો દુખાવો

બ્રાઝિલના રિયો ખાતે ઓલિમ્પિક્સના આયોજનને હવે એક મહિનો માંડ રહી ગયો છે ત્યારે ત્યાંનાં સ્ટેડિયમ, રમતવીરોના રહેવા માટેનાં ઓલિમ્પિક્સ વિલેજ અને બાકીની રમતગમતને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે પણ એકમાત્ર સમસ્યા સુરક્ષાની છે. ઇસ્તંબુલ અને બગદાદ બાદ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકામાં થયેલા આતંકી હુમલા બાદ રિયોની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. રિયો દ જાનેરોના મેયર એડુઆર્ડો પેસ ભલે એમ કહેતા હોય કે ઓલિમ્પિક્સ માટે આ શહેર સંપૂર્ણપણે સજ્જ છે કે રિયો માટે તેમને ગર્વ છે. પણ આ જવાબદારી સામાન્ય નથી.

એક તરફ માઇકલ ફેલ્પ્સ કે યુસૈન બોલ્ટ (શંકાસ્પદ) જેવા મહાન રમતવીરો રિયો પહોંચવાના છે. વિશ્વના તમામ દેશના ખેલાડીઓ ભાગ લેવાના છે એટલે બ્રાઝિલ પર અમેરિકાથી માંડીને ફિજી અને ચિલી જેવા દેશના રમતવીરોની પણ જવાબદારી આવી પડશે. પાંચથી ૨૧મી ઓગસ્ટ દરમિયાન રિયોમાં લગભગ સવા પાંચ લાખ પ્રવાસીઓ આવવાના છે. આ ઉપરાંત સાડા દસ હજાર રમતવીરો તો ખરા જ.

સુરક્ષાની ચિંતા એટલા માટે છે કે રિયો દ જાનેરો છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવે છે અને તેમના ગુનાખોરીના રેશિયામાં વધારો થયો છે.

દિવસેદિવસે (આમ તો રાત્રે) અહીં અપરાધો વધી રહ્યા છે. શહેરમાં હત્યાનો દર વધ્યો છે અને સડક પર ખુલ્લેઆમ થતા ગુનામાં પણ એકદમ વધારો થઈ ગયો છે. એવામાં રિયો શહેર તંત્ર અને બ્રાઝિલિયન સરકારે સુરક્ષા બેવડી કરી નાખી છે. ખાસ ઓલિમ્પિક્સ માટે થઈને જ આ શહેરમાં ૮૫ હજાર સુરક્ષા જવાનો અત્યારથી જ તહેનાત કરવામાં આવ્યા છે. આ સંખ્યા ભારતીયને કદાચ મોટી લાગશે નહીં, કેમ કે આવી જ રીતે રથયાત્રા કે અન્ય તહેવારમાં ભારતીય શહેરમાં સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવે છે, પરંતુ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક્સમાં તહેનાત જવાનો કરતાં આ ૮૫,૦૦૦ની સંખ્યા બમણી છે.

ઓલિમ્પિક્સ એટલે રમતગમતનો મહાકુંભ. આ ઇવેન્ટને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને દર ચાર વર્ષે યોજાતા આ ખેલ મહાકુંભના પ્રારંભે પવિત્રતાના, ઇમાનદારીથી રમતમાં ભાગ લેવાના શપથ લેવાતા હોય છે. આ વખતે પણ ઓલિમ્પિક જ્યોત પ્રજ્વલિત થશે ત્યારે આ રીતે શપથ લેવામાં આવશે પણ વાસ્તવિકતા એ છે કે હજી ગયા સપ્તાહે જ રિયો દ જાનેરો ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લગભગ ૧૦૦થી વધારે અધિકારીઓએ નરકમાં આપનું સ્વાગત છે એવા બેનર સાથે બ્રાઝિલ આવતાં પ્રવાસીઓનું સ્વાગત કરીને સરકાર પ્રત્યે પોતાનો વિરોધપ્રદર્શિત કર્યો હતો.

મજાની વાત તો એ છે કે એક પોલીસ અધિકારીએ જ કબૂલ્યું હતું કે બ્રાઝિલમાં સુરક્ષા જેવી કોઈ ચીજ છે જ નહીં. હવે આ પરિસ્થિતિમાં ત્યાં ઓલિમ્પિક્સ જેવી મેગા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ ગેઇમ્સના આયોજકો અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી રિયો ગેઇમ્સ અંગે આતુર છે. તેમનું કહેવું છે કે કોઈ પણ મોટી ઇવેન્ટ અગાઉ આવા વિરોધ તો ચાલતા જ રહેવાના. જોઇએ આગળ શું થાય છે પણ સાથે સાથે એક સાચા રમતપ્રેમી તરીકે આશા પણ રાખીએ કે આગામી એક મહિનામાં પરિસ્થિતિ બદલાશે.

રિયો ગેઇમ્સમાં ભારતીય ભોજન મળી રહેશે
આમ તો ભારતીયો મસાલેદાર ભોજનના શોખીન હોય છે, પરંતુ એ વાત અત્યારે એક તરફ રાખીએ તો પણ એક રમતવીર માટે ખોરાક સૌથી અગત્યની ચીજ છે. એમાંય પોષણયુક્ત ખોરાક એ દરેક એથ્લીટની જરૂરિયાત છે. તેમને ભાવતું ભોજન મળે નહીં તો શરીરને ટકાવી રાખીને રમતમાં ભાગ લેવો અને મેડલ જીતવો કે સફળ થવું આસાન હોતું નથી. ભારતીય રમતવીરો માટે ખુશીના સમાચાર એ છે કે બ્રાઝિલના રિયોમાં તેમને જોઇએ તેવું ભારતીય ભોજન મળી રહેશે.

ભારતના કેટલાક ખેલાડીએ રિયોમાં તેમને સ્વદેશી ભોજન મળી રહે તે માટે વિનંતિ કરી હતી જેને રમત મંત્રાલય મારફતે રિયો ગેઇમ્સના આયોજકો સુધી પહોંચાડવામાં આવી અને હવે ગૌરવની વાત એ છે કે રિયો ઓલિમ્પિક્સ વિલેજના સત્તાવાર મેનુમાં ભારતીય વાનગીઓને સામેલ કરવામાં આવી છે. આમ, ભારતીય ખેલાડીઓને હવે રિયોમાં બેઠાં બેઠાં સબ્જી, દાલરાઇસ કે પરાઠા અને તેવી ઘણીબધી ભારતીય ચીજો મળી રહેશે.

વિદેશ જતી વખતે કોઈ પણ ભારતીયની સૌથી મોટી ચિંતા ઘર કા ખાના હોય છે. હવે કમસે કમ રિયો ગેઇમ્સના આયોજકોએ ખેલાડીઓની આ ચિંતા દૂર કરી દીધી છે ત્યારે આશા રાખીએ કે પોતાને મનપસંદ વાનગી આરોગીને ખેલાડી ફિટ તો રહેશે જ પરંતુ સાથે સાથે મેડલ જીતવા માટે મહેનત પણ કરશે.

રાજ

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

6 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

7 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

7 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

7 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

7 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

7 hours ago