Categories: Sports

૧૧૦૦૦ યોદ્ધા માટે આજે રિયોમાં રણશિંગું ફૂંકાશે

ખર્ચમાં કાપ મુકાયો
રિયોના ઉદ્ઘાટન સમારોહમાં ૨.૧ કરોડ ડોલર (લગભગ ૧૪૦.૭ કરોડ રૂપિયા)નો ખર્ચ થવાનું અનુમાન છે, જ્યારે ચાર વર્ષ પહેલાં લંડન ઓલિમ્પિકમાં ૪.૨ કરોડ (લગભગ ૨૮૦ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ સમારોહ નિરંતરતા, બ્રાઝિલના લોકોનું સ્મિત અને ભવિષ્યની આશાના સંદેશ પર આધારિત હશે. બેલિચે કહ્યું, બ્રાઝિલ પાસે દુનિયાનું અંતિમ મોટું જંગલ એમેઝોન રેન ફોરેસ્ટ છે. અમારે આ જંગલનું ધ્યાન રાખવાની જરૂર છે. અમે ‘આશાના સંદેશ’ને દુનિયા સાથે શેર કરવા ઇચ્છીએ છીએ.

ગટરના પાણીમાં નૌકાયાન
આ બધા પડકારોને કારણે રિયોની પરિસ્થિતિ બદલવાના આયોજન પર પાણી ફરી વળ્યું, જેમાં શહેરની સૌથી ગંદા ગુઆનબારા વેની સફાઈનો સંકલ્પ સામેલ હતો. આનો અર્થ એ છે કે અેથ્લીટ્સને નૌકાયાનની સ્પર્ધાઓમાં ઝેરીલા પાણીમાં ભાગ લેવો પડશે.

સમસ્યાઓનો પડકાર
જ્યારે ૨૦૦૯માં રિયોએ ઓલિમ્પિકની યજમાની હાંસલ કરી હતી ત્યારે બ્રાઝિલને આશા નહોતી કે તેને આર્થિક મંદીનો તબક્કો, બેરોજગારી અને મચ્છરોથી ફેલાનારા જિકા વાયરસ, રાજકીય સંકટ જેવી અનેક સમસ્યાઓના પડકાર સામનો કરવો પડશે. આ બધા પડકારોએ રિયોની યજમાનીની ખુશીને ખતમ કરી નાખી છે.

ઉસેન બોલ્ટ આકર્ષણનું કેન્દ્ર
જમૈકાનો સ્પ્રિંટ કિંગ ઉસેન બોલ્ટ બધાના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. બોલ્ટ ઉપરાંત બધાની નજર સ્વિમિંગ ઈવેન્ટ પર પણ રહેશે, જેમાં અમેરિકન સ્વિમિંગ સ્ટાર માઇકલ ફ્લેપ્સ ફરી એક વાર પાણીમાં આગ લગાવવા તૈયાર છે. ઓલિમ્પિક ઇતિહાસના સૌથી વધુ ચમકદાર ખેલાડી ફ્લેપ્સે ૩૧ વર્ષની ઉંમરે સંન્યાસ લીધા પછી વાપસી કરી છે. તેના નામ પર ૧૮ ગોલ્ડ સહિત કુલ ૨૨ મેડલ નોંધાયેલા છે.

જિકાનું જોખમ
જિકા વાયરસથી જો ગર્ભવતી મહિલાને ઇન્ફેક્શન થઈ જાય તો બાળકોના જન્મમાં ગંભીર વિકૃતિઓ આવી શકે છે. જિકા વાયરસના ડરે દુનિયાના ટોચના ચાર ગોલ્ફરને ઓલિમ્પિકમાંથી હટી જવા મજબૂર કરી દીધા છે. બ્રાઝિલના અધિકારીઓએ જોકે ભાર દઈને કહ્યું છે કે જિકા વાયરસનું જરાય જોખમ નથી, કારણ હાલનો સમય વર્ષનો સૌથી ઠંડો સમય છે.

૮૫ હજાર સુરક્ષાકર્મી તહેનાત
આતંકવાદી હુમલાઓની ધમકીથી બચવા ઓલિમ્પિક માટે રિયો શહેરામાં ચારો તરફ ૮૫,૦૦૦ આર્મી અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, જે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકની સરખામણીએ બે ગણા છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

7 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

7 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

7 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

7 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

7 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

7 hours ago