Reliance Jioની ડેટાગિરી: Unlimited લોકલ-STD કોલ, Free ઈન્ટરનેટ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમડી મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોને લોન્ચ કરવા સાથે અનેક સસ્તી અને મહત્વની જાહેરાતો કરી છે.  મુકેશ અંબાણીએ કહ્યું છે કે હવે વોઇસ કોલિંગ માટે પૈસા આપવાનો સમય પૂરો થયો. એટલે કે હવે દેશભરમાં વોઇસ કોલિંગ ફ્રી થશે. તેમણે 4G LTEની ખાસિયતો અંગે જણાવતા કહ્યું છે કે આ ભારતનું પહેલું નેટવર્ક છે જે માત્ર 4G LTEને સપોર્ટ કરશે. VOLTE દ્વારા લોકોને કોલિંગનો અલગ અનુભવ પ્રાપ્ત થશે. કંપની પ્રમાણે ઓન ડિમાન્ડ વીડિયો સર્વિસ દ્વારા કોઇ પણ ટીવી શો જોઇ શકાશે. જિયો સિનેમા દ્વારા એચડી ફિલ્મો પણ જોઇ શકાશે. તેમાં એક લાખથી વધારે ટીવી શોને સમાવી લેવામાં આવ્યાં છે. આ સિવાય જિયો મ્યૂઝિક, મેગ્ઝીન અને જિયો પેપર અંગે પણ મુકેશ અંબાણીએ માહિતી આપી હતી.
jio-tarrife
31 ડિસેમ્બર 2016 સુધી લોકો માટે જિયોની તમામ સર્વિસ ફ્રિ પ્રાપ્ત થશે. તેની મોટા ભાગની સર્વિસિઝ જિયો યૂઝર્સને આગામી વર્ષે ડિસેમ્બર સુધી ફ્રી મળશે. હવે જિયો સિમ માટે માત્ર આધાર કાર્ડની જરૂર રહેશે.  કંપની દ્વારા E-KYC સિસ્ટમ  શરૂ કરવામાં આવશે. હાલ તમામ સર્વિસ પૂર્ણ રીતે શરૂ નહીં થાય. આગામી સપ્તાહે યૂઝર્સ જિયો સ્ટોર પરથી 15 મિનિટમાં સિમ લઇ શકશે. કંપની પ્રમાણે જિયોમાં માત્ર એક જ સર્વિસના પૈસા લાગશે. તેના મારફતે વોઇઝ કોલ સંપૂર્ણ પણે ફ્રિ થઇ જશે. જ્યારે રોમિંગ ચાર્જ હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે માત્ર 50 રૂપિયામાં 1GB ડેટા પણ પ્રાપ્ત થશે.

જિયો 18000 શહેર અને 2 લાખ ગામડાઓમાં સર્વિસ આપશે. માર્ચ 2017 સુધી 90 ટકા પોપ્યુલેશ સુધી આ સેવા પહોંચી જશે. જિયો હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં ક્રાંતિ લાવશે. પીએમ મોદીના સવા દોઢ કરોડ ભારતીય વિઝન માટે મુકેશ અંબાણીએ આ સેવા સમર્પિત કરી છે. દેશમાં 10 લાખ વાઇફાઇ ઝોન બનાવાશે, સ્કૂલો-કોલેજોને જોડવામાં આવશે. ગ્રાહકોને રિયલ ટાઇમ બેઝ પર બિલ મળશે.

રિલાયન્સની AGMના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ જિયોને લઇને પ્રોત્સાહજનક જાહેરાત કરાઇ છે. ત્યારે કંપનીના શેરમાં 1 ટકાનો વધારો પણ નોંધાયો છે.

 

 

You might also like