underarmsની કાળાશથી હવે મેળવો છુટકારો

જો તમે પણ તમારી કોણીની કાળાશ, અંડરઆર્મસની કાળાશથી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે છે જે અમે તમને જણાવા જઇ રહ્યા છીએ કે આ ઘરેલું ઉપાય અપનાવીને તમે આ કાળાશને દૂર કરી શકો છો.

1. અંડરઆર્મસની કાળાશ દૂર કરવા માટે 2 ટીસ્પૂન ચોખાના લોટમાં થોડું દૂધ, પીસેલી બદામ અથવા ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને બગલમાં લગાવીને હલ્કાં હાથથી ફેરવો. થોડાક સમય સુધી લેપ રહવા દો અને પછી ધોઇ નાંખો.

2. કોણીની કાલાશ દૂર કરવા માટે 2 ટેબલસ્પૂન લીંબૂનો રસમાં 2-3 ટીસ્પૂન ખાંડ અને અડધો ટીસ્પૂન ગ્લિસરીન મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેમાં લીંબૂની છાલ નીચોવીને કોણી પર રગડો. એવું લગભગ 10 મિનિટ સુધી કરો.

3. તમારા ડ્રાય હાથને નરમ અને મુલાયમ બનાવવા માટે દહીંનો લેપ લગાવો. ડ્રાય થયા પછી નવશેકા પાણીથી હાથ ધોઇ નાંખો.

4. મધ અને નારંગીના રસને સરખી માત્રામાં મિક્સ કરીને હાથ પર લગાવાથી સ્કીન ચમકવા લાગે છે.

5. ઘરની બહાર નિકળતી વખતે મોઢા અને હાથ પર સનસ્ક્રીન લોશન લગાવવાનું ભૂલશો નહીં.

You might also like