Categories: Gujarat

રિક્ષાચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલનો કોલર પકડી લાફો મારી દીધો

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનની બહાર રોડ ઉપર રિક્ષા ઊભી રાખી ટ્રાફિક જામ કરતા એક રિક્ષાચાલકે ફરજ પર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલને લાફો મારી દીધો હોવાની ઘટના બની છે. ટ્રાફિક કોન્સ્ટેબલે રિક્ષા હટાવવાનું કહેતાં રિક્ષાચાલકે કોન્સ્ટેબલની વરદી પકડીને લાફો મારી દીધો હતો.

કાલુપુર પોલીસ સ્ટેશનમાં અા અંગે ફરિયાદ નોંધાતાં કાલુપુર પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ કાલુપુર ઇન ગેટ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ માધાભાઈ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે બપોરના સમયે તેઅો અન્ય ટ્રાફિક પોલીસ કર્મચારીઅો સાથે ઇન ગેટ સ્ટેશનની સામેના ચાર રસ્તા પર રિક્ષા હટાવવાની કામગીરી કરતા હતા ત્યારે એક રિક્ષાચાલકને તેઓએ રિક્ષા સાઈડમાં હટાવવાનું કહ્યું હતું છતાં પણ રિક્ષાચાલકે રિક્ષા હટાવી ન હતી.

રિક્ષાને ડિટેઈન કરવાનું કહેતાં રિક્ષાચાલક રિક્ષા લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. એક કલાક બાદ રિક્ષાચાલક ત્યાં પરત અાવ્યો હતો અને હું જોઉંં છું કઈ રીતે રિક્ષા હટાવો છો. રોડ તમારા પોલીસના બાપનો નથી તેમ કહી તેણે ગાળાગાળી કરી હતી. રિક્ષાચાલકે અશોકભાઈની સરકારી વરદી પકડીને ધક્કો મારી લાફો મારી દીધો હતો, જેથી ત્યાં હાજર અન્ય ટ્રાફિકના કર્મચારીઅોઅે રિક્ષાચાલકને પકડી લીધો હતો અને કાલુપુર સ્ટેશન લઈ જવાયો હતો.

તેની પૂછપરછ કરતાં તેનું નામ ઇસ્માઇલ્લુદ્દીન શેખ (રહે. કાલુપુરબ્રિજ નીચે) હોવાનું જણાવ્યું હતું. કાલુપુર પોલીસે અશોકભાઈની ફરિયાદના અાધારે ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

5 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

5 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

5 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

5 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

6 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

6 hours ago