Categories: Gujarat

રિક્ષા પાર્કિંગમાંથી રિક્ષા અને હવે તો પાર્કિંગ જ ગાયબ!

અમદાવાદ: ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. શહેરીજનો દ્વારા રસ્તા પર આડેધડ પાર્કિંગ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાહનોનાં પાર્કિંગ માટેની જગ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં ઉસ્માનપુરા સર્કલ પાસે રિક્ષા સ્ટેન્ડ ૧પ દિવસ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને ફૂટપાથ પર રિક્ષા ઊભી રાખવા માટે રિક્ષાનાં ચિત્રો બનાવીને સ્ટેન્ડ બનાવ્યું હતું. જોકે ગઇ કાલે તેની ઉપર પર કાળો કલર લગાવીને રિક્ષા સ્ટેન્ડ ગાયબ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદનો મેટ્રો સિટી સ્વરૂપે વિકાસ થઇ રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે રિક્ષા સ્ટેન્ડ અને શહેરના કેટલાય વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન તેમજ પે એન્ડ પાર્કિંગને કાર્યરત કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત નવા વિકસિત વિસ્તારોમાં રિક્ષા સ્ટેન્ડ બનાવી રોજગાર માટે રિક્ષા ઊભી રાખવા સ્થળ પણ નક્કી કરવામાં આવ્યાં છે. રિક્ષા ચાલકો રસ્તા પર આડેધડ પાર્કિંગ ના કરે અને ટ્રાફિકની સમસ્યા ના વધે તે માટે ઓટો રિક્ષાનાં જંકશન શરૂ કરવામાં આવ્યાં છે. આ સ્ટેન્ડ દ્વારા રિક્ષા ચાલકોને પણ ટ્રાફિક અંગે નિયત્રિત કરવા બનાવવામાં આવ્યા છે. ઉસ્માનપુરા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જેમાં ફૂટપાથ ઉપર આ રિક્ષાનાં ચિત્ર પણ દોરવામાં આવ્યાં હતાં. ગઇકાલે આ ચિત્રો ઉપર કાળો કલર કરી દેવામાં આવ્યો છે .

અમદાવાદ મ્યુ. કોપોર્રેશન, આરટીઓ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ વગેરે સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ શહેરમાં કુલ ૬પ૬ જગ્યાએ કુલ પ૦૮પ રિક્ષા પાર્ક થઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. રિક્ષા સ્ટેન્ડ માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં નક્કી કરાયેલી જગ્યા પર ર૪.૬ ચોરસ કિમી બોક્સ બનાવવામાં આવ્યાં છે અને કેટલીક જગ્યાએ સ્પેશિયલ ઓટો રિક્ષા પાર્કિંગ માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે. જ્યાં માત્ર રિક્ષા પાર્ક કરવામાં આવે છે. પરંતુ ટ્રાફિક અને કોર્પોરેશન દ્વારા બનાવામાં આવેલો આ પ્લાન માત્ર કાગળ પર જ રહ્યો છે. હજુ પણ રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડમાં પાર્ક કરવાના બદલે રસ્તામાં રિક્ષા ઊભી રાખે છે. ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડને કોર્પોરેશનનાં કર્મચારી દ્વારા કાળો કલર લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે જે રીતે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોને પ્લાન બનાવીને રિક્ષા સ્ટેન્ડ કરવા માટેનું જણાવ્યું હતું. જોકે ઉસ્માનપુરામાં ખોટી જગ્યાએ સ્ટેન્ડ બની ગયુંુ હોવાના કારણે કાળો કલર લાગાવી દીધો હોવાની શક્યાતાઓ છે તેમ છતાંય અમે તપાસ કરીશું.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

3 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

3 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

3 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

3 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

3 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

3 hours ago