આમ આદમી માટે રાહત, મોંઘવારી દર છેલ્લાં ચાર મહિનાથી નીચલી સપાટીએ

આમ આદમી માટે રાહતનાં સમાચાર છે. છૂટક મોંઘવારીનો દર છેલ્લાં ચાર મહીનાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મોંઘવારી દર ચાર મહિનાની નીચલી સપાટીએ એટલે કે 4.40 ટકા પર પહોંચી ગયો છે.

જે નવેમ્બર 2017માં 4.88 ટકા હતો. નિષ્ણાતોનું માનીએ તો મોંઘવારી દર અપેક્ષાએ ઓછો છે. જે 4.80 ટકાએ રહેવાનો અંદાજ હતો. તો ઔદ્યોગીક ઉત્પાદનમાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો થયો છે. ઔદ્યોગીક ઉત્પાદનનો દર જાન્યુઆરીમાં 7.5 ટકા રહ્યો છે જ્યારે ડીસેમ્બરમાં તે 7.1 ટકા રહ્યો છે. રોયટર્સ પોલમાં આ દર 6.7 ટકાનાં દરે રહેવાનો અંદાજ હતો.

મોંઘવારીમાં રાહત
મોંઘવારી દર છેલ્લાં ચાર મહિનાની નીચલી સપાટીએ
જાન્યુઆરીમાં મોંઘવારી દર 4.40 ટકાની તળિયાની સપાટીએ
નવેમ્બર 2017માં મોંઘવારી દર 4.80 ટકા રહ્યો હતો
ઔદ્યોગીક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો
જાન્યુઆરીમાં ઔદ્યોગીક ઉત્પાદન 7.5 ટકાનાં દરે રહ્યું
ડીસેમ્બરમાં ઔદ્યોગીક ઉત્પાદનનો દર 7.1 ટકા હતો

You might also like