NRCના મામલે લોકસભામાં હંગામોઃ TMCના સાંસદોની સતત નારાબાજી

નવી દિલ્હી: આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ના આંકડા જારી થયા બાદ દેશની રાજનીતિ ગરમાઇ ગઇ છે. સડકથી લઇને સંસદ સુધી આ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિમંડળને આસામના એરપોર્ટ જ કસ્ટડીમાં લેવામાં આવતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ મોદી સરકારને નિશાન પર લીધી છે.

એમસીના પ્રતિનિધિમંડળને આખી રાત સિલ્ચર એરપોર્ટ પર રોકી દેવામાં આવતાં આજે ટીએમસીના સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો અને સતત નારાબાજી કરી હતી એટલું જ નહીં આસામના સિલ્ચર એરપોર્ટ પર ટીએમસીના કેટલાય સાંસદો અત્યારે ધરણાં પર ઊતરી ગયા છે અને વાતાવરણ તંગ છે.

ટીએમસી આ મામલે આજે લોકસભામાં આસામના ડીજી અને રાજ્યના ગૃહસચિવ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવી શકે છે. તેમણે આ મામલે નોટિસ પણ આપી દીધી છે.

સંસદમાં આજે આ મદ્દે ભારે ધમસાણ મચી શકે છે. ટીએમસીની સાથે સાથે તમામ વિપક્ષો આ મુદ્દે સંગઠિત છે અને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. એનઆરસી મામલે વિરોધ કરી રહેલ ટીએમસીના ૬ સાંસદ અને બે ધારાસભ્યને આસામના સીલચર એરપોર્ટ પર કસ્ટડીમાં લેવાના મામલે હવે મમતા બેનરજીએ ઉગ્ર તેવર દાખવ્યાં છે.

ટીએમસીના આ આઠ નેતાની આસામના એરપોર્ટ પર અટકાયત કરવામાં આવતાં તૃણમૂલ નેતા અનેે પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. પશ્ચિમ બંગાળની ધારાસભ્ય મહુવા મોઇત્રાએ એક મહિલા કોન્સ્ટેબલની ધોલાઇ કરી હતી અને તેથી તેના હાથમાં ઇજા પહોંચી હતી. અન્ય બે પોલીસકર્મી પણ જખમી થયા હતા. આસામ પોલીસે મારપીટ કરનારા ટીએમસીના નેતાને કસ્ટડીમાં લઇને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

બીજી બાજુ એનઆરસીના મામલે મમતા બેનરજીની ચિંતા વધી ગઇ છે. આસામ ટીએમસીના વડા દ્વિપન પાઠકે એવું કહીને પોતાનું રાજીનામું આપી દીધું છે કે મમતા બેનરજીને વધુ ખબર કે જાણ નથી. આ ઉપરાંત ટીએમસીના અન્ય બે નેતાઓએ પણ છેડો ફાડી નાખ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આસામ સરકારના આ પગલાંની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

You might also like