ચશ્માથી નાક પર પડેલા નિશાનને આ ઘરેલૂ ઉપચારથી કરો દૂર

કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરવા, ટીવી જોવા અથવા મોબાઇલ યૂઝ કરવાના કારણે આંખો નબળી થઇ જાય છે, જેના કારણે લોકોને ચશ્મા પહેરવા પડે છે. આજકાલ દરેક ઉંમરના લોકોને ચશ્મા હોય છે. સતત ચશ્મા પહેરવાના કારણે નાક પર દબાણ આવે છે, જેનાથી આંખો ખરાબ થઇ જાય છે. એનાથી જ્યારે તમે ચશ્મા ઊતારો છો તો એ નિશાનના કારણે ચહેરો ખરાબ જોવા મળે છે. પરંતુ તમે એના કારણે તો ચશ્મા પહેરવાનું બંધ કરશો નહીં. એવામાં અમે આજે તમને કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશુ, જેની મદદથી તમે નાક પર પડનાર નિશાનને દૂર કરી શકો છો.

નારંગીની છાલ
નારંગીની છાલ તડકામાં સૂકવીને પીસી લો અને 1/2 ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો, ત્યારબાદ 3 4 દિવસ સુધી સતત આ પેસ્ટને નાક પર લગાવો. એનાથી તમારું નિશાન ગુમ થઇ જશે.

લીંબુનો રસ
પ્રાકૃતિક ક્લિંઝર લીંબુના રસથી તમે ચહેરા પરના ડાક્ર સ્પોટ્સ અને ડાઘ અને ધબ્બા દૂર કરી શકો છો. 1 ચમચી લીંબુનો રસ અને 1/2 ચમચી પાની મિક્સ કરીને કોટનની મદદથી નિશાન વાળી જગ્યા પર લગાવો. 15 20 મિનીટ બાદ ઠંડા પાણીથી સાફ કરી દો.

બદામનું તેલ
દરરોજ સૂતા પહેલા બદામના તેલને નાક પર લગાવીને મસાજ કરો અને સવારે ઊઠીને ફેશ વોશથી મોંઢું ધોવો. તમે એનો ઉપયોગ ચહેરાના ડાઘ ધબ્બા દૂર કરવા માટે પણ કરી શકો છો.

એલોવેરા જેલ
ફ્રેશ એલોવેરા જેલને નિકાળીને નાક અને એની આસાપસના ભાગ પર લગાવો, એને થોડી વાર સુધી લગાવીને સૂકાઇ ગયા બાદ ઠંડા પાણીથી સાફ કરો. જેલ નાક પર પડેલા નિશાનને તરત ગુમ કરી દેશે.

બટાકા અને ટામેટા
બટાકા અને ટામેટાને રસને મિક્સ કરીને નાક પર 15 20 મિનીટ સુધી લગાવો. ત્યારબાદ પાણીથી ચહેરાને સાફ કરો.

કાચું દૂધ
દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે. કાચા દૂધથી નાકની ઉપર હલ્કા હાથથી મસાજ કરો અને 15 મિનીટ સુધી રહેવા દો. સપ્તાહભર એનો ઉપયોગ કરવાથી તમારા નાકનું નિશાન ગુમ થઇ જશે.

કોકો બટર અને જૈતૂનનુ તેલ
જો લાંબા સમયથી ચશ્મા પહેરવાના કારણે તમારા નિશાન કાળા પડી ગયા છે તો એને દૂર કરવા માટે તમે કોકો બટર અને જૈતૂનના તેલનો ઉપયોગ કરી શકો છો. કોકો બટર અને 2 ટીપાં જૈતૂનનું તેલ મિક્સ કરીને નાક પર લગાવો.

You might also like