Ahmedabad: રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે હાર્દિક પટેલને મળી રાહત

અમદાવાદના રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે પાસના કન્વીનર હાર્દિક પટેલને રાહત મળી છે. સરકારે હાર્દિક પટેલના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિકના રામોલમાં પ્રવેશ અંગેની પણ અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે પાસના કન્વીનર હાર્દિક પટેલ ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામતને લઇને આમરણ ઉપવાસ પર છે. સરકાર તરફથી કોર્ટમાં હાર્દિક પટેલના રામોલકેસમાં જામીન રદ કરવા અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરના ઘરમાં તોડફોડ મામલે રામોલ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે તેને જામીન મળ્યા હતા. જો કે હાર્દિક પટેલે શરતનો ભંગ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસે તેના જામીન રદ્દ કરવાની અરજી કરી હતી.

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

10 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

11 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

12 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

13 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

14 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

15 hours ago