Jioની ઓફરથી રિલાયન્સના શેર્સમાં ઉછાળો, 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે

મુંબઈ: રિલાયન્સ જીયોના ટેરિફ પ્લાનની જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના શેર્સમાં બુધવારે 11 ટકાનો ઉછાળો આવ્યો. આ સાથે લગભગ 8 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. મંગળવારે કંપની પ્રમુખ મુકેશ અંબાણીની પ્રેસ કોન્ફર્ન્સ બાદ સ્ટોક એક્ચેન્જ પર રિલાયન્સના શેર્સમાં ચઢતી આવી છે અને બધુવાર બજાર બંધ થયું ત્યાં સુધીમાં તો રિલાયન્સના શેરોમાં 120 અંકોનો ઉછાળો નોંધાયો હતો.

રિલાયન્સના શેરમાં આ ઉછાળો ઇન્વેસ્ટર્સને મુકેશ અંબાણીના સ્પેશિયલ પ્લાનની માર્ચના અંત સુધી બનાવનારા સબ્સક્રાઇબર્સને એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા અને ફ્રી વોઇસ કોલિંગ સુવિધા માત્ર 303 રૂપિયા પ્રતિ માસના ટેરિફ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિલાયન્સની આ ઓફર ટેલિકોમ સેક્ટરમાં તેના પ્રતિદ્વંદિઓથી એકદમ ઓછી છે. અંબાણીની આ જાહેરાતથી રિલાયન્સના શેર્સે પ્રથમ દિવસે 5 ટકા ઉછાળો લગાવ્યો તો જ્યારે બીજા દિવસે 11 ટકાની ઉપર બંધ થયા હતા.

રિલાયન્સના શેર્સમાં આવેલા ઉછાળાથી પ્રતિસ્પર્ધી ભારતી એરટેલના શેર મંગળવારે મુકેશ અંબાણીની જાહેરાત બાદ દબાણમાં આવી ગયા હતા અને 3.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, બધુવારે આશા રાખવામાં આવી કે જીયોના જવાબમાં એરટેલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે, જેથી શેર્સમાં પાછા 1.9 ટકાની મજબૂતાઈ જોવા મળી હતી.

You might also like