Reliance Jioના આ મેગા પ્લાનનો કોઈ જવાબ નથી, જલદી જ થશે જાહેરાત

રિલાયન્સ જીયો જલદી જ પોતાના ગ્રાહકો માટે મેગા પ્લાનની જાહેરાત કરી શકે છે. આ પ્લાન છે ફ્રી ડેટા સર્વિસને મજબૂત બનાવવા માટેનો.

તેના માટે રિલાયન્સ જીયો જલદી જ દેશમાં 10 લાખ જગ્યાઓ પર ફ્રી વાઈફાઈ સ્પોટ લગાવશે. મળતી માહિતી પ્રમાણે, આ સ્પોટના માધ્યમથી જિયોના ગ્રાહકોને ફ્રી ડેટા સર્વિસનો લાભ કોઈ પણ અવરોધ વગર મળી શકશે. જીયોના ગ્રાહકો આ સ્પોટથી આપમેળે કનેક્ટ થઈ જશે.

આ સ્પોટ સ્કૂલ, રેલવે સ્ટેશન, બસસ્ટોપ, કોલેજ, શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર લગાવવામાં આવશે જ્યાં લોકોની સંખ્યા ઘણી હોય છે. આ સ્પોટ પર પહોંચતા જ જીયોના ગ્રાહકોનો ફોન ઓટોમેટિક રીતે વાઇફાઈ પર શિફ્ટ થઈ જશે.

ખાસ વાત એ છે કે આ વાઇફાઇ સ્પોટના માધ્યમથી બીજી ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો પણ લાભ ઉઠાવી શકશે. આ લોકોને વાઇફાઇ સેવા ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ દ્વારા સુવિધા મળશે.

You might also like