Reliance jio હવે 15 મહિના માટે આપશે ફ્રી સર્વિસ, જાણો શું છે એમાં ખાસ

નવી દિલ્હી: ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ સતત પોતાના યૂઝર્સ માટે જોરદાર પ્લાન લોન્ચ કરી રહી છે. તાજા સમાચારનું માનીએ તો કંપની પોચાના યૂઝર્સ માટે દોઢ વર્ષ સુધી ફ્રી સર્વિસ પૂરી પાડશે. જો કે આ સર્વિસ નવી યોજના સાથે જ યૂઝર્સને આપવામાં આવશે. કંપનીએ જાહેરાત કરતાં કહ્યું કે જિઓની બધી સેવાઓ લગભગ 15 મહિના સુધી ફ્રી આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017થી શરૂ કરવાની સંભાવના છે.

નવા પ્લાનમાં શું હશે ખાસ?
આ પ્લાનમાં દરેક પ્રકારના એસટીડી કોલ, 20 જીબી 4જી ડેટા, રાતે અનલિમિટેડ 4જી ડેટા, 40 જીબી વાઇ ફાઇ અને જીઓ એપ્લીકેશન પર ખરીદદારી મફતમનાં આપવામાં આવશે.

કંપનીનો હાલનો પ્લાન ડિસેમ્બર 2016 સુધી દરેક ગ્રાહકો માટે ફ્રી છે. કંપનીએ કહ્યું છે કે એમની નવી યોજના આઇફોન 6, આઇફોન 6s, આઇફોનએસ પ્લસ અને આઇફોન સેવન પ્લસ દરેક માટે હશે.

જિઓ આખા દેશમાં ફ્રી ઇન્ટરનેટ ડેટા અને કોલિંગ સેવા આપી રહ્યું છે. મોબાઇલ સેવા બાદ રિલાયન્સ બ્રોડબેન્ડ સર્વિસ લાવવાની તૈયારીમાં છે. આ સર્વિસનું નામ Jio GigaFiber છે. તમને જણાવી દઇએ કે Jio GigaFiber ના પ્લાન લીક થઇ ગયા છે. એ હેઠળ 500 રૂપિયામાં 300 જીબી ડેટા આપવામાં આવશે એની સ્પીડ 15mbps હશે.

You might also like