Jioએ રજૂ કર્યો ઇતિહાસનો સૌથી સસ્તો પ્લાન, રૂ.149માં મળશે રોજનાં 3GB Data

રિલાયન્સ જિયોએ એરટેલનો 149 અને 399 રૂપિયાનો પ્લાન અપડેટ થયા બાદ એરટેલ પર એક મોટો હુમલો કરતા પોતાનાં દરેક પ્રિ-પેઇડ પ્લાનને અપડેટ કરેલ છે. રિલાયન્સ જિયોએ ભારતીય ટેલિકોમ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન બજારમાં રજૂ કર્યો છે. જિયો હવે 149 રૂપિયામાં રોજનાં 3 GB ડેટા આપશે. તો આવો જાણીએ શું છે આ સંપૂર્ણ પ્લાન વિશે….

રિલાયન્સનાં 149, 349, 399 અને 499 રૂપિયાવાળા આ પ્લાનમાં હવે દરરોજનાં 3 GB ડેટા મળશે. પહેલા આ દરેક પ્લાનમાં રોજનાં 1.5 GB ડેટા મળતો હતો. આ પ્લાનની માન્યતા ક્રમશઃ 28, 70, 84 અને 91 દિવસોની હશે. આ સિવાય 198, 398, 448 અને 498 રૂપિયાવાળા પ્લાનમાં હવે દરરોજનાં 3.5 GB ડેટા મળશે. પહેલા આ પ્લાનમાં દરરોજનાં 2 GB ડેટા મળતો હતો. આ પ્લાનની માન્યતા ક્રમશઃ 28, 70, 84 અને 91 દિવસોની હશે.

ત્યાં જ 299 રૂપિયાવાળા આ પ્લાનમાં હવે દરરોજનાં 4.5 GB ડેટા મળશે અને આ પ્લાનની માન્યતા 28 દિવસોની છે. પહેલા આ પ્લાનમાં દરરોજનાં 3GB ડેટા મળતો હતો. આ સિવાય 509 રૂપિયાવાળા પ્લાનમાં હવે દરરોજનાં 5.5 GB ડેટા મળશે. આની માન્યતા 28 દિવસોની હશે. આમાં પહેલા દરરોજ 4 GB ડેટા મળતો હતો.

કંપનીનાં 799 રૂપિયાવાળા પ્રી-પેઇડ પ્લાનમાં 28 દિવસો સુધી હવે દરરોજનાં 6.5 GB ડેટા મળશે. જો કે આમાં પહેલા દરરોજનાં 5GB ડેટા મળતો હતો. આ સિવાય 300 અથવા આનાં રિચાર્જ પર 100 રૂપિયા સુધીનું કેશબેક અને 300થી ઓછા રિચાર્જ પર 20 ટકાનું કેશબેક મળશે. તેનાં માટે જિયો એપ દ્વારા રિચાર્જ કરાવવું પડશે અને ફોન પર વૉલેટ દ્વારા પેમેન્ટ કરવું પડશે.

જિયોનાં દરેક નવા પ્લાન 12 જૂનનાં રોજ આજનાં દિવસથી સાંજનાં 4 વાગ્યેથી એક્ટિવ થઇ ગઇ છે અને 30 જૂન 2018 સુધી આ ચાલશે. એટલે કે 12 જૂનનાં રોજ સાંજનાં 4 વાગ્યેથી લઇને 30 જૂનની રાતનાં 11:59 વાગ્યા સુધી રિચાર્જ કરાવવા પર આપને આ સ્કીમનો લાભ મળશે.

You might also like