Reliance Jio જલ્દી જ પોતાના યૂઝર્સને આપશે 6 સીરીઝ મોબાઈલ નંબર

હાલમાં દેશભરમાં Jio એ આખા ટેલિકોમ માર્કેટની હચમચાવી દીધું છે. Jio એ દરેક કંપનીને પોતાના ભાવમાં ઘટાડો કરવા મજબૂર કરી દીધા છે. હાલમાં Jio ને ટક્કર આપવા માટે બીજી કંપનીઓ નવી નવી ઓફરો લાવી રહી છે. તેમ છતાં હાલનો ગ્રાહક Jio કાર્ડનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે. કંપની તરફથી પણ 100 મિલિયન્સથી પણ વધુ લોકા જોડાય એવો લક્ષ્ય છે.

આ બધા વચ્ચે ટેલીકોમ માર્કેટમાં Jio ફરીથી ખળભળાટ મચે એવું લઈને આવ્યું છે. જીયો, જેણે ગયા વર્ષે જ માર્કેટમાં પગ મૂક્યો છે. હવે તે પોતાનું અલગ Jio ફેમીલી બનાવવા જઈ રહ્યું છે. Jio ફેમીલી બનાવવા માટે MSC કોડમાં યૂઝર્સને ૬-સીરીઝ મોબાઈલ નંબર આપી રહ્યો છે. આ નવા ૬-સીરીઝ MSC કોડ જીયોને ટેલીકોમ ડીપાર્ટમેન્ટની તરફથી રાજસ્થાન, આસામ અને તમિલનાડુ ટેલીકોમ જોન્સ માટે અલોટ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ નવા પ્રયોગ બાદ કંપની એ યૂઝર્સને જો જીયો ફેમીલી સાથે જોડવા માંગે છે તો યૂઝર્સને ૬-સીરીઝ મોબાઈલ નંબર ઉપ્લબ્ધ કરવામાં આવશે. ટેલીકોમ માર્કેટની નોટીફિકેશન મુજબ રિલાયન્સ જીયોને રાજસ્થાન માટે ૬૦૦૧૦-૬૦૦૧૯ MSC કોડ, ૬૦૦૨૦-૬૦૦૨૯ MSC કોડ આસામ માટે અને ૬૦૦૩૦-૬૦૦૩૯ MSC કોડ તમિલનાડુ ટેલીકોમ જોન્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

રિલાયન્સ જીયોનાં અત્યાર સુધી ૫૦ મિલિયન સબસ્ક્રાઈબર્સ થઇ ચુક્યા છે અને કંપનીનું લક્ષ્‍ય આવનાર દિવસોમાં ૧૦૦ મિલિયનથી પણ વધારે યૂઝર્સને જોડવાનું છે. ભારતના ટેલિકોમ માર્કેટમાં ૨૧.૦૨ મિલિયન સબસ્ક્રાઈબર ગ્રોથ સૌથી વધારે યૂઝર્સ જીયો લોન્ચ સાથે જોડાયા હતા.

નવા ૬-સીરીઝ મોબાઈલ નંબર ઝડપથી વધતા સબસ્ક્રાઈબર બેઝને અલગ રાખવા માટે લાવવામાં આવ્યો છે, અત્યારે મોબાઈલ નંબર ૭ અને ૮ થી ચાલુ થાય છે અને ૯ જલ્દી જ સમાપ્ત થવા પર છે. જીયો ઝડપથી પોતાની કંપનીને વધારવાના પ્રયત્નમાં છે. હાલમાં જ જીયોની નવી DTH સેવાની જ ખબર મળી છે. જો જલ્દી જ માર્કેટમાં દસ્તક આપી શકે છે.

You might also like