Jio લાવ્યું એક ધમાકેદાર ઓફર, ગ્રાહકોને મળશે 200 ટકા કેશબેક

જિયો રિલાયન્સના યૂઝર્સના ખુશખબર છે. જીયો કંપનીએ પોતાના યૂઝર્સ માટે 200 ટકા કેશબેકની ઓફર લોન્ચ કરી છે. આ ઓફરનો લાભ લેવા જીયો યૂઝર્સે 399 રૂપિયાનું અથવા તેના કરતા વધારાના રીચાર્જ કરાવવું પડશે. રીલાયન્સ જીયોએ આ ઓફર ‘ગેટ અપ ટૂ 200 પર્સેન્ટ કેશબેક’ ના નામથી લોન્ચ કરી છે.

આ ઓફરની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે. એવામાં તમે 15 ફેબ્રુઆરી પહેલા પોતાના જીયો નંબર પર 399 રૂપિયાનું અથવા તેના કરતાં વધારેનું રીચાર્જ કરાવશો તો જીયો તમને થોડી શરતોની સાતે 799 રૂપિયાનું કેશબેક આપશે. આ ઓફરનો લાભ લેવા તમારે માય જીયો એપ, jio.com, જિયો સ્ટોર અથવા થોડા ઇ-વોલેટ કંપની જેમ કે પેટીએમ, મોબીક્વિક, ફોનપે, અમેજન પે વગેરે પરથી રીચાર્જ કરી શકો છો.

જિયો આપશે 400 રૂપિયાનું કેશબેક બે ચરણમાં આપવામાં આવશે. પ્રથમ 100 ટકા કેશબેક તમને જીયો આપશે જ્યારે બીજું 100 ટકા કેશબેક તમને ઇ-વોલેટ કંપનીથી મળશે. જો તમે જીયોના નવા યૂઝર્સ છો અને પેટીએમથી રીચાર્જ કરાવો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે.

You might also like