Reliance Jioની ધમાકેદાર ઓફર, મળશે ઘરે બેઠાં દર મહિને 25થી 30 હજાર રૂપિયા!

રિલાયન્સ જીયો લોન્ચ થયા પછી સમાચારોમાં ક્યાંકને ક્યાંક છવાયેલું જ હોય છે. એવામાં કોઈ દિવસ એવો નથી વીતી રહ્યો જ્યારે મીડિયામાં જીયોને લઈને કોઈ સમાચાર ન હોય. હવે રિલાયન્સ જીયો એક બીજી ઓફર લઈને આવ્યું છે જેને જાણ્યા પછી તમે પણ કહી ઊઠશો શું ઓફર છે. આ ઓફરમાં તમને દર મહિને 25-30 હજાર રૂપિયાની કમાણી થશે. જીયોની આ ઓફર જાણવા વાંચો આગળ.

કમાવવાની તક
રિલાયન્સ જીયો અનલિમિટેડ ફ્રી 4જી સર્વિસ સાથે તમને દર મહિને કમાવવાની તક આપી રહ્યું છે. કંપનીની કોલ ડ્રોપની સમસ્યા દૂર કરવા માટે આવનારા 6 મહિનામાં 45,000 મોબાઇલ ટાવર લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં તમારા ઘરની છત પર ટાવર લગાઈને દર મહિને 25થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો.

ટાવર લગાવો, હાજોરો કમાઓ
ટેલીકોમ ઓપરેટર કેટલીક પ્રાઇવેટ કંપનીઓને મોબાઇલ ટાવર લાગવવાનું કામ આપે છે. એમાં ઇંડસ ટાવર, અમેરિકન ટાવર નિગમ, ભારતીય ઇન્ફ્રાટેલ, એટીસી, જીટીએલ જેવી ખાનગી કંપનીઓ શામેલ છે. એવામાં તમે પોતાના ઘરની છત પર ટાવર લગાવવા માટે આ કંપનીઓનો સંપર્ક કરી શકો છો. સાથે જ તેમની વેબસાઈટ પર પણ અપ્લાય કરી શકો છો.

ટાવર લાગવવાનાં કેટલાંક નિયમો અને શરતો
પોતાના ઘરની છત પર કે ખુલ્લા મેદાનમાં ટાવર લગાવવા માટે તમારે કેટલાક નિયમો અને શરતો જાણવી પડશે. છત પર ટાવર લગાવવા માટેનો નિયમ છે કે ઓછામાં ઓછી તમારી પાસે 500 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. જો કોઈને પાસે પ્લોટ હોય અને ત્યાં ટાવર લગાવી રહ્યા છો તો એના માટે તમારી પાસે ઓછામાં ઓછી 2000 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઈએ.

કેટલો ખર્ચો આવશે
ટાવર લગાવનારી કંપનીઓ તમારા ઘર પર ટાવર લગાવવા માટે કોઈ પણ પૈસા નહિ લે. કંપની ટાવર લગાવવા, ટોવરનું ઇલેક્ટ્રિસિટિ બિલ ભરવા માટે જનરેટ લગાવી પોતેજ ખર્ચો ઉઠાવશે. તેના માટે કંપનીને બસ તમારી છત અથવા પ્લોટ જોઈએ. આ પ્રક્રિયા પૂરી થયા પછી તમને માસિક પેટે પૈસા મળશે. આ રકમ 25-30 હજાર રૂપિયા પ્રતિ માસ હોઈ શકે છે.

You might also like