Jio યૂઝર્સને માર્ચ બાદ પણ મળશે ફ્રી કોલિંગનો ફાયદો

રિલાયન્સ Jio 4G નાં ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. ૩૧ માર્ચ સુધી રિલાયંસ જીયો પર ઈન્ટરનેટ સાથે વોઈસ કોલિંગ સંપૂર્ણ રીતે ફરી છે. ત્યારે હવે ૩૧ માર્ચ બાદ નવો ટેરીફ પ્લાન રિલાયંસ જીયો 4G લોન્ચ કરી રહ્યું છે. તેમાં પ્લાન મુજબ, કોલિંગ માટે કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ નહી હોય. જીયો ઉપભોક્તાઓને માત્ર ઇન્ટરનેટનાં ઉપયોગ માટે ૧૦૦ રૂપિયા ચાર્જ આપવાનું રહેશે, જે ૩ મહિના માટે લાગુ રહેશે.

હાલ કંપની દ્વારા ડેટા અને વોઈસ કોલ સહિત બધી સેવાઓ માર્ચ ૨૦૧૭ સુધી ફ્રી છે. પરંતુ 31 માર્ચ બાદ કંપનીની અસલી પરીક્ષા થશે. ત્યારે ફરી એક નવી લોભામણી જાહેરાત જીયો યુઝર્સ માટે લઇને આવી ગયું છે. ગ્રાહકો રિલાયન્સના જીઓ સીમ સાથે જોડાયેલા રહે તે માટે જીયો જોરદાર સ્કિમ લઇને આવ્યું છે. હાલ ગ્રાહકોને ફ્રીમાં ઈન્ટરનેટ અને કોલિંગ મળી રહ્યાં છે. ત્યારે આ નવી સ્કિમમાં ગ્રાહકો કોલ તો ફ્રીમાં જ કરી શકશે પરંતુ ઇન્ટરનેટ સેવા માટે તેમણે 31 માર્ચ બાદ 100 રૂપિયા રીચાર્જ કરાવવાનું રહેશે.

http://sambhaavnews.com/

You might also like