સસ્તી ઑફર્સ આપવા છતાં જિયોએ કર્યો રૂ.510 કરોડનો નફો

મુકેશ અંબાણીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Jioએ જાન્યુઆરી-માર્ચ ક્વાટરમાં 510 કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર 2017ના ગાળામાં પણ 504 કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો હતો. Jioની આવક પણ 3.60 ટકાના વધારા સાથે 7120 કરોડ રુપિયાને આંબી છે. હાલના આંકડાં અનુસાર, Jio કસ્ટમર દીઠ 137 રુપિયાની માસિક કમાણી કરે છે.

Jioની કસ્ટમર દીઠ કમાણી અગાઉ 154 રુપિયા જેટલી હતી, પરંતુ કંપનીએ પોતાના પ્લાન્સની કિંમત ઘટાડતા તે હાલ ઘટીને રુ. 137.10ના સ્તરે પહોંચી છે. જાન્યુ-માર્ચના ગાળામાં Jioની કુલ આવક અઢી ટકા વધીને 2,694 કરોડ રુપિયા થઈ છે. દુનિયાના સૌથી મોટા ડેટા નેટવર્કમાં સામેલ Jioએ પોતાના કોમર્શિયલ ઓપરેશન્સના પહેલા વર્ષમાં 723 કરોડ રુપિયાનો નફો કર્યો છે.

રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, Jioના મજબૂત નાણાંકીય પરિણામો Jioના બિઝનેસ મોડેલની મજબૂતાઈ બતાવે છે, અને કંપનીની પોતાના ગ્રાહકો તેમજ બિઝનેસ પાર્ટનર્સને વધુને વધુ આપી શકવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.

You might also like