Jio તરફથી રિપબ્લિક ડે ઓફર, ટેલિકોમ સેક્ટરમાં આવશે હડકંપ

0 59

રિલાયન્સ જિઓએ એક ટેલિકોમ સેક્ટરમાં એક નવું જ એલાન કરતા પોતાની રિપબ્લિક ડે ઓફરની મહત્વની જાણકારી આપી છે. કંપનીનાં જણાવ્યા અનુસાર, જિઓ રિપબ્લિક ડે 2018નાં પ્લાન પહેલાં લોન્ચ થયેલાં પ્લાનથી 50 રૂપિયા ઓછી કિંમતવાળા હશે અને 50 ટકા વધારે આ પ્લાનમાં ગ્રાહકોને મળશે.

ટેલિકોમ ઇન્ફો દ્વારા મળતી માહિતી મુજબ જિઓનો નવો પ્લાન 98 રૂપિયાથી લઇ 498 રૂપિયા સુધીનો હશે. ખાસ વાત તો એ છે કે જિઓએ દરેક પ્લાનની કિંમત 50 રૂપિયા ઓછી કરી દીધી છે. જિઓનાં 98 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો હવે આમાં અનલિમિટેડ વૉઇસ કૉલ સાથે 2GB હાઇસ્પીડ ડેટા મળશે. આની વેલિડિટી 28 દિવસ સુધી હશે. પહેલા આ પ્લાનની વેલિડિટી 14 દિવસની હતી.

પ્રતિદિન 1.5GB ડેટાવાળો પ્લાનઃ
દાવા અનુસાર જિઓએ પહેલા લોન્ચ કરેલ પ્રતિદિન 1.5GB ડેટાવાળા પ્લાનની કિંમત 50 રૂપિયા સુધી ઘટાડી દીધી છે. હવે આ પ્લાન 149 રૂપિયાથી શરૂ થાય છે. 149 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસોની, 349 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 70 દિવસોની અને 399 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની થઇ ગઇ છે. ત્યાં જ બીજી બાજુ 449 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 91 દિવસોની થઇ ગઇ છે.

આ જ રીતે 149 રૂપિયામાં 42GB ડેટા, 349 રૂપિયામાં 105GB ડેટા, 399 રૂપિયામાં 126GB ડેટા અને 449 રૂપિયામાં 136GB ડેટા ગ્રાહકોને મળશે. આમાં કોલિંગ અને SMSનો ફાયદો પણ પહેલાની જેમ જ યથાવત્ જ રહેશે.

પ્રતિદિન 2GB ડેટાવાળો પ્લાન:
પહેલા જિઓ પાસે 2GB ડેટાવાળો જ પ્લાન હતો પરંતુ હવે જિઓની પાસે 2GB ડેટાવાળા 4 પ્લાન છે. અહીં જિઓએ કંઇ ખાસ નથી કર્યું પરંતુ માત્ર પ્રતિદિન 1.5GB ડેટાને અપડેટ કરી પ્રતિદિન 2GB કરી દીધેલ છે. હવે 198 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસોને માટે પ્રતિદિન 2GB ડેટા મળશે. એટલે કે ગ્રાહકોને આમાં કુલ 56GB ડેટા ઉપલબ્ધ થશે.

આ જ રીતે 398 રૂપિયામાં 70 દિવસ માટે 140GB ડેટા, 448 રૂપિયામાં 84 દિવસો માટે 168GB ડેટા અને 498 રૂપિયામાં પ્રતિદિન 2GB ડેટાનાં હિસાબથી ગ્રાહકોને 91 દિવસોને માટે 182GB ડેટા મળશે. આ દરેક પ્લાન 26 જાન્યુઆરીએથી જ લાગુ થશે.

loading...

Leave A Reply

Your email address will not be published.