JIO આપી રહ્યુ છે કૉલેજના સ્ટૂડેન્ટ્સને ઇન્ટર્નશિપ કરવાની ઑફર

રિલાયન્સ જિયો દેશભરમાં કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને કમાણીનો મોકો આપી રહ્યુ છે. વિદ્યાર્થીઓ કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલા ડિજિટલ ચેમ્પયિન પ્રોગ્રામ હેઠળ મેથી જૂલાઇ વચ્ચે ઇન્ટર્નશિપ કરી શકશે, જેના માટે તેમણે 16000-21000 રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવશે.

દેશભરમાં ચાલશે 4 બેચ:
કંપનીએ દેશભરમાં સ્થિત રિલાયન્સના ઑફિસમાં આ ઇન્ટર્નશિપ કરવાનો મોકો આપી રહી છે. 21 મેથી લઇને 21 જૂલાઇ સુધી 4 બેચમાં આ વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઇ શકશે. પ્રત્યેક બેચમાં એક મહિનાનો સમય હશે.

વેબસાઇટ પર કરવાની રહેશે અરજી:
આ માટે વિદ્યાર્થીઓએ રિલાયન્સ જિયોની વેબસાઇટ https://careers.jio.com/Champions.aspx પર જઇને અરજી કરવાની રહેશે, અરજી કર્યા પછી કંપનીએ એક ઑનલાઇન અસેસમેન્ટ ટેસ્ટ લેશે, જે પછી પંસદગીના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પર રાખવામાં આવશે.

ટ્રેનિંગ પૂરી થયા પછી જિયોની તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન આ વિદ્યાર્થીઓને નાના અને મધ્યમ ઉદ્યોગ કાર્ય કરવામાં આવશે, જેનાથી તેઓ જાણી શકશે કે ડિજિટલ ટેક્નોલોજીમાં બિઝનેસ કરવો કેટલો સરળ થઇ ગયો છે.

You might also like