Jio લાવ્યું ટેલિકોમ ઇતિહાસનો સૌથી ધમાકેદાર પ્લાન, જાણો વિગત..

જીયોની ઓફર્સ ફરી માર્કેટમાં આવ્યા છે. આ વખતે કંપનીતરફથી ઓફર નવા સ્માર્ટફોન ખરીદનાર ગ્રાહકો માટે છે જે પ્રથમ વખત જીયો નેટવર્ક સાથે જોડાશે. જીયોના નવા ઓફરનું નામ ફુટબોલ ઓફર રાખવામાં આવ્યું છે. આમાં ગ્રાહકોને નવા સ્માર્ટફોન ખરીદ્યા બાદ તેમા જીયો સીમ એક્ટિવેટ કરવા પર 2,200 રૂપિયા સુધીને તુરંત કેસબેક મળશે.

આ ઓફર સેમસંગ, Xiaomi, એસુસ, મોટોરોલા, પેનાસોનિક, હુવાઇ, નોકીયા, એલજી, માઇક્રોમેકસ, બ્લેકબેરી અને LYF બ્રાન્ડના સ્માર્ટફોન પર લાગુ થશે. જો કે આ ઓફરનો ફાયદો ગ્રાહકોને માત્ર પસંદગીના સ્માર્ટફોન પર જ મળશે.

આ ફુટબોલ ઓફર હેઠળ 50 રૂપિયામાં 44 કેશબેક વાઉચર મળશે. આ ઓફરનો ફાયદો મેળવવા ગ્રાહકોએ પહેલા 198 રૂપિયા અથવા 299 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. ત્યાર બાદ જીયોના પ્લાનની સાથે રીચાર્જ કરવા પર કસ્ટમર આ વાઉચર્સનો ફાયદો મેળવી શકશે. ગ્રાહકોને આ ઓફરનો ફાયદો માઇજીયો એપ પરથી જ મળશે.

કસ્ટમરો માટે આ ઓફર 15 ફેબ્રુઆરીથી લઇને 31 માર્ચ 2018 સુધી મળશે. આ વાઉચરનો ઉપયોગ નહી કરવામાં આવે તો આ વાઉચરની વેલિડીટી 31 મે, 2022 સુધીમાં સમાપ્ત થઇ જશે.

You might also like