JIO, AIRTEL ને VODAFONE ની ટક્કર: 399 રૂપિયામાં 6 મહિના સુધી 4G ડેટા, કોલિંગ ફ્રી

તહેવારની સિઝનમાં વોડાફોન જોરદાર ઓફર લઇને આવ્યું છે. આ ઓફર જિયોને ટક્કર આપવા માટે લાવવામાં આવી છે. વોડાફોનનો નવો પ્લાન 399 રૂપિયાનો છે. એમાં 6 મહિના માટે 4G નેટવર્કનો 90GB ડેટા યૂઝરને આપવામાં આવી રહ્યો છે.

રિલાયન્સ JIO અને એરટેલ પહેલા જ 399 રૂપિયાની સ્કીમ લોન્ચ કરી દીધી છે. JIO ના 399 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1GB ડેટા મળે છે પરંતુ આ પ્લાન માત્ર 3 મહિના માટે છે. તો બીજી બાજુ વોડાફોન આટલા જ રૂપિયામાં 6 મહિના માટે આપી રહ્યું છે પરંતુ ડેટા 90GB છે.

JIO, એરટેલ ની જેમ એમાં 6 મહિના સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ કસ્ટમર્સને મળશે. આ પ્લાન માત્ર વોડાફોનના પ્રીપેડ યૂઝર્સ માટે જ છે. વોડાફોનનો આ પ્લાન કસ્ટમર્સની દિવાળી ભેટ છે. આ હજુ સુધી કન્ફર્મ થઇ શક્યું નથી કે આ લોન્ગ પીરિયડ માટે છે કે લિમિટેડ પીરિયડ માટે.

You might also like