રિલાયન્સ જિઓ ભારતની નંબર વન ઈનોવેટિવ કંપની

મુંબઇ, ગુરુવાર
દુનિયાની ટોપ-૫૦ ઇનોવેટિવ કંપનીઓનું રેન્કિંગ જારી થયું છે તેમાં મોબાઇલ નેટવર્ક કંપની રિલાયન્સ જિઓને ૧૭મું સ્થાન પ્રાપ્ત થયું છે. ફાસ્ટ કંપનીએ આ રેન્કિંગ જારી કર્યું છે. રેન્કિંગમાં રિલાયન્સ જિઓને ભારતની નંબર વન ઇનોવેટિવ કંપનીનો ખિતાબ મળ્યો છે. આ રેન્કિંગ વર્ષ ૨૦૧૮ માટે જારી થયું છે.

ફાસ્ટ કંપનીના ગ્લોબલ રેન્કિંગમાં ભારતની પ્રીમિયમ મોબાઇલ અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર કંપની જિઓ ૧૭મા સ્થાને છે અને ભારતમાં રિલાયન્સ જિઓ નંબર વન ઇનોવેટિવ કંપની બની ગઇ છે.

રિલાયન્સ જિઓ ભારતની અગ્રણી ટેક્નોલોજી કંપની છે, જે ઝડપથી ભારતના ડિજિટલ સર્વિસ સ્પેસને ચેન્જ કરી રહી છે અને ભારતને ડિજિટલ ઇકોનોમીમાં ગ્લોબલ લીડરશિપ બનવા માટે પ્રેરિત કરી રહી છે.

રિલાયન્સ જિઓના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું છે કે અમારું મિશન ભારતની દરેક વ્યક્તિ માટે બ્રોડબેન્ડ ટેક્નોલોજીને વાજબી અને એક્સેસેબલ બનાવવાનું છે.

You might also like