Reliance Jio 4G સર્વિસ: પહેલાં ધ્યાનથી વાંચી લો આ 11 Terms & Conditions વિશે

નવી દિલ્હી: Reliance Jio 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઇ ચૂક્યું છે. બધાને ખબર છે કે રિલાયન્સ સિમ લીધા બાદ ત્રણ મહિના સુધી 4G નેટ અને 4500 મિનિટનો વોઇસ કોલિંગ માટે ફ્રી મળી રહી છે. Reliance Jioએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે જેમાં બધાના અલગ અલગ ફિચર અને લાભ છે. કેટલીક જરૂરી ટર્મ અને કંડીશન જાણવી તમારા માટે જરૂરી છે જે નીચે પ્રમાણે છે.

1. વોઇસ કોલ સંપૂર્ણપણે ફ્રી, વોઇસ કોલિંગ માટે 4G ડેટાનો કોઇ ચાર્જ લાગશે નહી.
2. અનલિમિટેડ એટ નાઇટનો લાભ ફક્ત ત્રણ કલાક જ મળશે. કંપનીના નિયમ અનુસાર ગ્રાહક રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ નેટ યૂજ કરી શકશે.
3. ગ્રાહકને ટેરિફ પ્લાનનો લાભ 1 જાન્યુઆરી 2017 સુધી મળશે.
4. પ્રીપેડ ટેરિફમાં બધા યોગ્ય ટેક્સ લાગશે.
5. જે ફ્રી બેનિફિટ્સને તમે યૂઝ કરી શકશો નહી તે વેલિડિટી ખતમ થતાંની સાથે જ ખતમ થઇ જશે.
6. આમ તો વિદ્યાર્થીઓને 25 ટકા વધારાનું 4G અને WiFi ડેટા મળશે જે પોતાનું યોગ્ય પ્રમાણપત્ર રજૂ કરશે. 25 ટકા 4G WiFi ડેટાનો લાભ વિદ્યાર્થીઓને તેમના ઓળખ પત્ર બતાવ્યા બાદ જ મળશે.
7. પ્રીપેડ ટેરિફમાં બધા ટેક્સ સામેલ છે.
8. પ્લાનમાં નિર્ધારિત વાઇફાઇ ડેટાનો લાભ RJILના પબ્લિક વાઇ ફાઇ હોટસ્પોટ દ્વારા છે.
8. પ્રીપેડ ટેરિફમાં બધા યોગ્ય ટેક્સ લાગશે.
9. પોસ્ટપેડ ટેરિફમાં પણ બધા યોગ્ય ટેક્સ લાગશે. પોસ્ટપેડ કસ્ટમરને પોતાના માસિક મોબાઇલ ફોન બિલ જમા કરાવતાં ઓટો ડેબિટ ઓપ્શનનો ઉપયોગ કરવો પડશે અને જો તે બિલ ચૂકવવા માટે ઇ બિલનો ઉપયોગ કરે છે તો તેમને 15ની છૂટ મળશે.
10. આ બધા પ્લાન્સ તે ગ્રાહકો માટે છે તેમની પાસે LTE સપોર્ટ કરનાર હેન્ડસેટ છે.

You might also like