રિલાયન્સે કેજી-ડી 6માં ઓઈલ ફિલ્ડ બંધ કર્યું

નવી દિલ્હી: થોડા દિવસો પૂર્વે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ૪૦ હજાર કરોડની ખોટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે તેમના મોટા ભાઇ મૂકેશ અંબાણી પણ તેમની રાહે આગળ વધી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પૂર્વીય ઓફશોર એિયયા કૃષ્ણા-ગોદાવરી બેઝિનના ઓઇલ બ્લોક કેજી-ડી ૬ બ્લોક સ્થિત એકમાત્ર ઓઇલ ફિલ્ડને કાયમ માટે બંધ કર્યું છે.

કંપનીએ જણાવ્યું હતું કે અહીં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન બંધ થવાથી આ નિર્ણય કરાયો છે. આ બ્લોકમાં ધીરુભાઇ-૨૬ (ડી-૨૬) અથવા એમએ એકમાત્ર ઓઇલ ફિલ્ડ હતું, જેનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., બ્રિટિશ ઓઇલ કંપની (બીપી) અને કેનેડાની કંપની નિકો રિસોર્સિઝ દ્વારા સામૂહિક રીતે કરવામાં આવતું હતું.

કૃષ્ણા-ગોદાવરી બેઝિનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધીમાં કુલ ૧૯ ગેસ ક્ષેત્રની શોધ કરી હતી, તેમાંથી ડી-૨૬ અને એમએ જ માત્ર સંશોધિત ઓઇલ ફિલ્ડ હતાં. કંપનીએ શેરબજારને પણ કેજી-ડી-૬ બ્લોકને કાયમી ધોરણે બંધ કર્યાની જાણ કરી છે.

You might also like