PMના ફોટાને પરમિશન વગર છાપવા બદલ થશે જીયોને દંડ, રકમ સાંભળી થશે આશ્ચર્ય

દેશના ટેલીકોમ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલી મુકેશ અંબાણીની કંપની રિલાયંસ જીયો પર વડા પ્રધાનનો ફોટો મંજૂરી વગર લેવાના કારણે 500 રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે. રાષ્ટ્રીય પ્રતિક ચિન્હ અને નામનો ખોટો ઉપયોગને લઇને બનાવામાં આવેલ 1950ના કાનૂન અંતર્ગત આ દંડ લેવામાં આવશે. કેન્દ્રના સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે લેખિતમાં જવાબ આપ્યો છે કે જાહેરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટાનો ઉપયોગ કરવાની પીએમઓ ઓફિસ દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે આ અંગે રિલાયંસ જિયો આ અંગે કોઇ ટીપ્પણી કરી નથી. જો કે આ મુદ્દે વિપક્ષ સરકારનો વિરોધ કરી રહી છે.

જેમા સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખરે પૂછેલા સવાલના જવાબ આપતા રાઠોડે જણાવ્યું હતું કે સરકારને ખબર હતી કે રિલાયંસ જીયો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાનગી કંપની દ્વારા પીએમના ફોટોનો જાહેરાતમાં ઉપયોગ કરવા પર વિપક્ષોએ સવાલ ઉઠાવ્યો હતો.

રિલાયંસ જીઓ બાદ પેટીએમએ પણ જાહેરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કર્યો હતો. 500 અને 1000ની નોટબંધી બાદ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ આપનાર સૌથી મોટી કંપની પેટીએમના વેપારમાં 435 ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો. રિલાયંસ જિયોની જેમ પેટીએમએ હિન્દી અને અંગ્રેજીના ઘણા ન્યૂઝપેપરમાં પ્રથમ પાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે ફુલ પેઇજ જાહેરાત છપાવી હતી. પેટીએમએ ચતુરાઇપૂર્વક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડરની જેમ રજૂ કર્યા હતા.

You might also like