બેંક વિશેના આ ન્યૂઝ હતી માત્ર એક અફવા, જાણો તમને થઈ રહ્યો છે ફાયદો…

0 8

નવી દિલ્હી, શનિવાર
પબ્લિક સેક્ટરની બેન્ક દ્વારા આપવામાં આવતી ફ્રી સર્વિસીસ પર ૨૦ જાન્યુઆરીથી ટેક્સ અને સર્વિસ ચાર્જ લગાવવાની વાતો અને અહેવાલો અફવા માત્ર છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ મેસેજની નાણાં મંત્રાલયે ગંભીર નોંધ લઈને એકાઉન્ટધારકોને તેની ઉપેક્ષા કરવા જણાવ્યું છે.

બીજી બાજુ ઈન્ડિયન બેન્ક એસો‌સિએશને પણ આ અફવાને લઈ એક અખબારી યાદી જારી કરીને સ્પષ્ટતા કરી છે કે ૨૦ જાન્યુઆરીથી બેન્કમાં ફ્રી સર્વિસીસ પર ચાર્જ લેવાના અહેવાલ બેબુનિયાદ છે.

છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર પર વાઈરલ થઈ રહેલા આવા મેસેજ પર નાણાં મંત્રાલયે રિટ્વિટ કર્યું છે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે બેન્ક દ્વારા ૨૦ જાન્યુઆરીથી તમામ પ્રકારની સેવાઓ પર ચાર્જ લેવાની વાત અફવા માત્ર છે. ૨૦ જાન્યુઆરીથી ફ્રી સેવાઓ બંધ કરવાની બેન્કની આ પ્રકારની કોઈ દરખાસ્ત નથી અને તે માત્ર અફવા છે.

મંત્રાલયે બેન્કિંગ એસોસિયેશનને સલાહ આપી છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવે અaને એવું જણાવવામાં આવે કે આવા અહેવાલ પાયાવિહોણા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ઝડપથી એક મેસેજ વાઈરલ થઈ રહ્યો હતો. આ મેસેજમાં એવું જણાવાયું હતું કે સરકાર અને ખાનગી ક્ષેત્રની તમામ બેન્ક દ્વારા આપવામાં આવતી ફ્રી સેવાઓ માટે ૨૦ જાન્યુઆરીથી ચાર્જ વસૂલવામાં આવશે.

અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે ૨૦ જાન્યુઆરીથી એક પણ સેવા વિનામૂલ્યે નહીં રહે એટલે સુધી કે બેન્ક દ્વારા પાસબુક ભરાવવા માટે તેમજ ચેકબુક ઈસ્યૂ કરવા માટે ચાર્જ લેવામાં આવશે, જોકે હવે ઈન્ડિયન બેન્ક એસોસિયેશન તેમજ નાણાં મંત્રાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવતાં આ અફવા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને જણાવાયું છે કે બેન્કની ફ્રી સર્વિસ પર કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

ચાર્જ વસૂલવા અંગેનો મેસેજ વાઈરલ થયા બાદ બેન્ક ખાતાધારકો સરકાર અને બેન્ક પર રોષે ભરાયા હતા. ગ્રાહકોનું કહેવું હતું કે એક તો પહેલાંથી જ મિનિમમ બેલેન્સ પર રૂપિયા કાપવામાં આવી રહ્યા છે અને હવે અધૂરામાં પૂરું અન્ય સેવાઓ માટે પણ બેન્ક ફી વસૂલશે.

loading...

Leave A Reply

Your email address will not be published.