Big Bની ફિલ્મ ‘102 નોટ આઉટ’ જોઈ કંઈક આવું બોલી રેખા

રેખા અને અમિતાભ બચ્ચને ‘સિલસિલા’ પછી આ બંનેએ સાથે કામ કર્યું નથી, પણ તેઓ આજે પણ એકબીજાની સામે આવવુ અવોઈડ કરે છે, પરંતુ બંનેના દિલમાં એક-બીજા માટે જે ઇજ્જત છે અને તે કોઈથી છુપાયેલું નથી.

સામાન્ય રીતે રેખા, બિગ બી અથવા તેમની ફિલ્મો વિશે વાત કરવાનું ટાળે છે, પરંતુ તાજેતરમાં જ તેમણે બિગ બીની ફિલ્મ ‘102 નોટ આઉટ’ જોઈ હતી અને બીગ બી વિશે કંઈક કિધું છે જે સાંભળીને બધા ખુશ થઈ ગયા હતા.

અમિતાભ બચ્ચન અને ઋશી કપૂરની આગામી ફિલ્મ ‘102 નોટ આઉટ’ ની સ્પેશલ સ્ક્રીનિંગમાં રેખા પહોંચી હતી અને તેઓ અહીં ફિલ્મ જોઈ હતી. રિપોર્ટ્સ મુજબ, તો રેખા બિગ બીની એક્ટીંગની વાહ વાહી કરતા થાકતી ન હતી. રેખાના આ રીએક્શને જોઈ બધા હરાન રહી ગયા હતા. અમિતાભ આ સ્ક્રિનિંગમાં પહોમચી શક્યા ન હતા પણ જો તેઓ સમયસર અહીંયા આવી શક્યા હોત તો કદાચ માહોલ કંઈક અલગ જ હોત.

જયારે કોઈ ઇવન્ટમાં રેખા અને બીગ બી બંને હાજર હોય અથવા તો સાથે પહોંચ્યા હોય ત્યારે તેઓ બંને ખુબ ધ્યાનથી અને સાવચેતી રાખતા હોય છે કે મીડિયામાં સામે તેઓ જોડે ન દેખાય!

ફિલ્મ ‘102 નોટ આઉટ’ ની વાત કરીએ, તો તે ઉમેશ શૂક્લાએ ડાયરેક્ટ કર્યું છે. આ વૃધ્ધ બાપ-પુત્રની વચ્ચેની વાર્તા છે, જે સાથે સાથે હાસ્તા-રડતા તેમની જીંદગીનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ ફિલ્મ 4 મે 2018ના રોજ સમગ્ર દેશમાં રિલીઝ કરવામાં આવશે.

You might also like