JEE મેઈન એન્ટરન્સ ટેસ્ટ માટે તા.1 સપ્ટે.થી રજિસ્ટ્રેશન

અમદાવાદ: એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની મહત્ત્વની ગણાતી જેઈઈ જોઈન્ટ એન્ટરન્સ ટેસ્ટ મેઈનની પરીક્ષા આ વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા પહેલીવાર લેવામાં આવી રહી છે. જેનું રજિસ્ટ્રેશન ૧લી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. આ પ્રક્રિયા ૩૦મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જાન્યુઆરી ૨૦૧૯માં પરીક્ષા યોજાશે. જે ૮ શિફ્ટમાં લેવાશે અને તેનું પરિણામ ફેબ્રુઆરી ૨૦૧૯માં જાહેર કરાશે.

આ પરીક્ષાના માર્કથી જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં હોય કે કોઈ સંજોગોમાં ધાર્યા કરતા ઓછા માર્કસ મેળવ્યા હશે તો તે વિદ્યાર્થી બીજા તબક્કામાં યોજાનારી પરીક્ષામાં હશે તો તે વિદ્યાર્થી બીજા તબક્કામાં યોજાનારી પરીક્ષામાં એન્ટ્રી લઈ શકશે. પહેલું સત્ર ૬ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધીનું રહેશે અને બીજું સત્ર એપ્રિલ મહિનામાં ૭ એપ્રિલ થી ૨૧ એપ્રિલ વચ્ચે યોજાશે.

જેઈઈ મેઈનની પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ મોક ટેસ્ટની સુવિધા મળશે તેના માટે ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ દ્વારા તેનો લાભ લઈને અભ્યાસ કરી શકશે.

ઉમેદવારે તેના પોતાના ઈ મેઈલ આઈડી, મોબાઈલ નંબર અને આધાર નંબરના ઉપયોગ સાથે ૧લી સપ્ટેમ્બરે રજિસ્ટ્રેશન કારવવાનું રહેશે. આધાર નહીં હોય તેમણે અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશનમાં ઉમેદવારે વ્યક્તિગત, સંપર્ક અને શૈક્ષણિક સંબંધિત વિગતો ભરવાની રહેશે.

રજિસ્ટ્રેશનના ઉમેદવારે વ્યક્તિગત, સંપર્ક અને શૈક્ષણિક સંબંધિત વિગતો ભરવાની રહેશે ત્યાર બાદ મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈ કન્ફર્મ કરવાના રહેશે. ત્યાર બાદ ઉમેદવારે ડોક્યુમેન્ટ ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

18 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

18 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

18 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

18 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

19 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

19 hours ago