અમરનાથ યાત્રા માટે અત્યારથી કરી લો આ પ્લાનિંગ, નહી પડે મુશ્કેલી

0 146

ભારતમાં હિન્દુઓ માટે અમરનાથ યાત્રાનું અનેરૂ મહત્વ છે. જો તમે અત્યાર સુધી અમરનાથ યાત્રા માટે પ્લાન કરતા આવ્યા હો અને આ પ્લાનમાં સફળતા ન મળી હોય તો આ વખતે અત્યારથી જ કરી લો તૈયારી. 2018 માટે અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. યાત્રાનું રજીસ્ટ્રેશન માર્ચથી શરૂ થવા જઇ રહ્યું છે. આ પ્રવાસ ઘણો કઠિન હોય તમારે અત્યારથી જ પ્લાન કરી લેવું જરૂરી છે.

કઇ તારખીથી શરૂ થશે અને કઇ તારીખે પૂર્ણ થશે..
28 જૂનથી 26 ઓગસ્ટ 2018

રજિસ્ટ્રેશન તારીખ
1 માર્ચ, 2018

બેન્ક
પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અને યશ બેન્ક

યાત્રાના દિવસો
60 દિવસ

પ્રતિદિવસના યાત્રી
દરરોજ 1500 પ્રવાસી યાત્રા કરી શકે છે. (બે અલગ-અલગ રૂટ છે, બંનેમાં 750-750 યાત્રી)

ઉંમર
14 વર્ષથી 74 વર્ષ (13 વર્ષથી નીચેના અને 75 વર્ષથી વધુની ઉંમરના લોકોને મંજૂરી મળતી નથી)

ઉલ્લેખનીય છે કેઅમરનાથ યાત્રા ભારતની ચાર પ્રમુખ ધાર્મિક સ્થળમાંથી એક છે જ્યાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુ દર્શન માટે આવે છે. વરસાદના સમયમાં આ યાત્રાના કારણે તેનું મહત્વ અનેરૂ છે. આ યાત્રામાં શ્રધ્ધાળુઓ ભારે જહેમત બાદ અમરનાથ ગુફામાં પહોંચે છે.

અહીં બરફમાંથી બનેલ પ્રાકૃતિક રૂપથી બનેલી શિવલિંગની આકૃતિના દર્શન કરે છે. કાશ્મીરના ઠંડા વાતાવરણને લઇને તમને મુશ્કેલી ન પડે તે માટે તમારી સાથે ગરમ કપડા અને ટ્રેકિંગ શૂઝ લઇ જવા જરૂરી છે. વરસાદને ધ્યાનમાં રાખી રેઇનકોટ અને બેટરી પણ સાથે રાખવા જરૂરી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.