10મું અને ITI પાસ માટે રેલવેમાં 90,000 જગ્યા માટે ભરતીનું એલાન

રેલવેમાં મોટા પાયે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લોકો પાયલટ, ટેકનિશિયન વગેરે માટે 89409 જગ્યા ભરવામાં આવશે. આ જગ્યા માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ-10 પાસ અને આઇટીઆઇ પાસ કરેલ હોવો જોઇએ.

રેલવે મંત્રાલયે ગ્રુપ સીમાં લેવલ 1 અને 2ની ભરતી માટે સૌથી મોટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લોકો ડ્રાઇવર અને ટેકનિશિયન સિવાય લેવલ 2માં ફિટર, ક્રેઇન ચાલક, લોહાર અને કારપેન્ટર તથા લેવલ 1માં ગેંગમેન, પોઇન્ટ મેન, ગેટમેન તેમજ સહાયની જગ્યા બહાર પાડવામાં આવી છે.

ઇચ્છુક ઉમેદવાર રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. ગ્રુપ સી લેવલ 2 માટે 18 થી 28 વર્ષની ઉંમર જ્યારે લેવલ 1 માટે 18 થી 31 વર્ષની ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે.

રેલવે દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે 7માં વેતન આયોગ મુજબ લેવલ 2 નો પગાર 19,900 થી 63,200 અને લેવલ 1 માટે 18,000થી 56,900 પગાર આપવામાં આવશે. બંને લેવલના ઉમેદવારો માટે ઇચ્છુક ઉમેદવારની અરજી 5 અને 12 માર્ચ, 2018 સુધી સ્વીકારવામાં આવશે.

You might also like