કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ હાઇકોર્ટમાં કરી અપીલ

નૈનીતાલ : ઉતરાખંડમાં સરકાર તોડી પાડવા અને બચાવવાની લડાઇ હવે હાઇકોર્ટમાં લડવામાં આવશે. આજે કોંગ્રેસનાં નવ બળવાખોર ધારાસભ્યોમાંથી આઠ ધારાસભ્યોએ સ્પીકરની નોટિસની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. બીજી તરફ તેનો જવાબ આપવા માટે પૂર્વ કાયદામંત્રી કપિલ સિબ્બલ નૈનીતાલ પહોંચી ગયા છે. આજે કોંગ્રેસનાં નવા ધારાસભ્યોમાંથી આઠે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આજે કોંગ્રેસનાં નવ બળવાખોર ધારાસભ્યોમાંથી આઠે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.

પૂર્વમુખ્યમંત્રી વિજય બહુગુણા અરજીકર્તા નથી. અરજી દાખલ કરી હતી. પુર્વમુખ્યમંત્રી વિજય બહુગુણા અરજીકર્તા નથી. અરજી દાખલ કરનારાઓએ વિધાનસભા અધ્યક્ષ ગોવિંદસિંહ કુંજવાલે એન્ટિ ડિફેક્શન લો હેઠળ મોકલેલી નોટિસને પડકારી છે. અરજીમાં સાત દિવસની અંદર જવાબ રજુ કરવા માટેનાં સમયને ઓછો જણાવાયો છે. અરજી અંગે સુનવણી બપોરે ચાલુ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બીજી તરફ બળવાખોર નેતાઓની પેંતરાઓની પહેલેથી જ ગંધ આવી ગઇ હોય તે રીતે કોંગ્રેસે કાયદાનો મોર્ચો કપિલ સિબ્બલને સોંપી દીધો છે. સિબ્બલ નૈનિતાસ પહોંચી ચુક્યા છે. બીજી તરફ બળવાખોર નેતાઓનાં વકીલ દિનેશ દ્વિવેદી, પુર્વ મહાધિવક્તા યૂ.કે ઉનિયાલે મોર્ચો સંભાળ્યો છે.

You might also like