RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક સિસ્ટમમાં રૂ.૧૨,૦૦૦ કરોડની રોકડ નાખવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિ અને આગળ જતા ટકાઉ લિક્વિડિટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપ્શન હેઠળ સરકારી સિક્યોરિટીઝની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

આ જાહેરાત અનુસાર રિઝર્વ બેન્ક આવતી કાલે ૧૫ નવેમ્બરના રોજ ૧૨૦ અબજ રૂપિયા કેશ સિસ્ટમમાં નાખશે. તેનાથી આઇએલ એન્ડ એફએસ ગ્રુપની કંપનીઓ દ્વારા પેમેન્ટમાં કરવામાં આવેલ ડિફોલ્ટને કારણે ઊભી થયેલી રોકડની અછત સામે નિવારવામાં મદદ મળશે. આ સંદર્ભમાં પાત્ર ભાગીદારો રિઝર્વ બેન્કની કોર બેન્કિંગ સમાધાન (ઇ-કુબેર) સિસ્ટમ પર ૧૫ નવેમ્બરે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં પોતાની જરૂરિયાત આપી શકે છે.

You might also like