RBI જલ્દી લાવશે 100 રૂપિયાની નવી નોટ

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક જલ્દી 100 રૂપિયાની નવી નોટ લાવશે. આ નોટ મહાત્મા ગાંધી સીરીઝ-2005ની ડિઝાઇન પ્રમાણે હશે. આરબીઆઇની એક અધિસૂચના પ્રમાણે રિઝર્વ બેંક જલ્દી મહાત્મા ગાંધી સીરીઝ-2005માં 100 રૂપિયાની નવી નોટ લાવશે. તેમાં ઇન્સેટ લેટર R બંને નંબર પેનલમાં હશે. તેની પર રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. નોટના પાછળાના ભાગમાં છપાયેલું વર્ષ 2017 રહેશે. આ ઉપરાંત આ નોટોમાં નંબર પેનલમાં અંકના આકાર વધતા ક્રમમાં રહેશે. તેમાં નોટના સીધા ભાગમાં બ્લીડ લાઇન અને મોટા ઓળખ ચિન્હો રહેશે.

પહેલાં 1000 અને 500ની નોટો પર પ્રતિબંધ લાદીને સરકારે તે તમામ નોટો નાણા વ્યવહારમાંથી પરત લઇ લીધી છે. ત્યારે હવે નવા રૂપરંગ સાથે 100ની નોટ પણ આવશે. જો કે નવી નોટો આવવા સાથે જૂની નોટો ચલણમાંથી પાછી ખેંચાશે કે નહીં તે અંગે હજી સુધી આરબીઆઇ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં 100ની નવી નોટો આવશે તેવી માહિતી RBI સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ છે.

http://sambhaavnews.com/

 

You might also like