ખૂબ જ જલદી ૫૦ રૂપિયાની નવી નોટ માર્કેટમાં, જૂની પણ ચાલશે

મુંબઈ: રિઝર્વ બેન્ક અોફ ઇન્ડિયા ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો જારી કર્યા બાદ હવે ૫૦ રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં લાગી છે. અારબીઅાઈઅે ગઈ કાલે અા જાણકારી અાપી. કેન્દ્રીય બેન્ક તરફથી જારી કરાયેલા નિવેદન મુજબ મહાત્મા ગાંધી સિરીઝ-૨૦૦૫ હેઠળ નવી ૫૦ રૂપિયાની નોટ જારી કરવામાં અાવશે. અા નોટોની બંને નંબર પેનલ પર ‘R’ ઇન્સેટ લેટર હશે. અા નોટો પર ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર પણ હશે. નવી નોટો જારી રાખવાની સાથે જૂની નોટો પણ માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ સરકારે ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટ જારી કરી છે. ૫૦૦ રૂપિયાની જૂની નોટના બદલામાં સરકારે ગ્રીન કલરની નવી નોટ જારી કરી છે. અા નવી નોટની સાઈઝ પહેલાંની તુલનામાં ઘણી નાની છે. તેની પાછળ પણ લાલ કિલ્લાની તસવીર છે. બીજી તરફ ૨૦૦૦ રૂપિયાની નવી નોટ પિંક કલરમાં અાવી છે. અા નોટની સાઈઝ પણ નાની છે. અા નોટ સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ પણ અાપે છે.
http://sambhaavnews.com/

You might also like