RBIએ એરટેલના પેમેન્ટ બેંકને 5 કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે એરટેલના પેમેન્ટ બેંક પર 5 કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ ઓપરેટિંગ માર્ગદર્શિકા અને કે.વાય.સી.ના નિયમોનુ પાલન ના કરવા પર લગાવામાં આવ્યો છે.

કે.વાય.સી.ના નિયમોનુ પાલન ના થવાથી વસૂલ કરવામાં આવ્યો દંડ
શુક્રવારે એક નિવેદનમાં, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, “રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 7 માર્ચ, 2018 ના રોજ એરટેલ પેમેન્ટ બેંક લિમિટેડ પર 5 કરોડનો દંડ ફટકાર્યો છે.

ગ્રાહકની ફરિયાદો અને મીડિયા રિપોર્ટ્સના આધારે, એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ગ્રાહકોની મંજૂરી વિના ખાતા ખોલ્યા છે, તેવું જાણવા મળી રહ્યું છે.

You might also like