RTI ખુલાસો: PMની જાહેરાતના થોડાં કલાકો પહેલાં RBI એ નોટબંધીની ભલામણ કરી હતી

કાળાં ધન પર લગામ લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટનું ચલણ 8 નવેમ્બર પછી બંધ કરી દેવાનો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીએ લીધો હતો. આ નિર્ણય પાછળના કેટલાક ચોંકવનારા ખુલાસા સામે આવ્યા છે. આ ખુલાસામાં બહાર આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકે પીએમ મોદીની જાહેરાતના કેટલાક કલાકો પહેલાં જ નોટબંધી માટે ભલામણ કરી હતી.

હકીકતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ- 1934માં કેન્દ્ર સરકારે કોઈ પણ બેંક નોટના ચલણને બંધ કરવાની પરવાનગી આપી છે. જોકે, સરકારે આ નિર્ણય પોતે નહિ, પરંતુ આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની ભલામણ પર જ કરી શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માહિતી મેળવવાના હક હેઢળ કરવામાં આવતી અરજીમાં આરબીઆઈએ જણાવ્યું છે કે કેન્દ્રીય બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 8 નવેમ્બરે થયેલી બેઠકમાં નોટબંધીની ભલામણ કરી હતી. આ બેઠકમાં 10 બોર્ડ મેમ્બર્સમાંથી માત્ર આઠ જ શામેલ થયા હતા, જેમાં આરબીઆઈ પ્રમુખ ઉર્જિત પટેલ, કંપની મામલાના સચિવ શક્તિકાંત દાસ, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર આર ગાંધી અને એસએસ મુંદ્રા શામેલ હતા.

અહીં આરબીઆઈ બોર્ડની બેઠક અને વડાપ્રધાનના નોટબંધી વચ્ચે સરકાર પાસે બેંકનો સત્તાવાર પ્રસ્તાવ પર અમલ માટે કેટલાક કલાકોનો સમય હતો. ત્યાર પછી વડાપ્રધાન મોદીએ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય વિશે તેમને જણાવ્યું.

You might also like